તા. ૪-૯-૨૦૨૨ થી તા. ૧૦-૯-૨૦૨૨

– પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
રવિવાર, ભાદ્રપદ સુદ-૮, તા. ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૨. નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. ૨૧-૪૨ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં ક. ૨૧-૪૨ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, ધરો આઠમ, જયેષ્ઠા ગૌરી પૂજન, દધિચિ જયંતી, ભાગવત સપ્તાહારંભ, તલ નવમી (બંગાળ-ઓરિસ્સા), વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૨૧-૪૨. સામાન્ય દિવસ.
સોમવાર, ભાદ્રપદ સુદ-૯, તા. ૫મી, નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૦-૦૫ સુધી પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. દશમનો ક્ષય છે. શ્રી હરિ જયંતી, ગૌરી વિસર્જન, અદુ:ખ નવમી, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્માનંદગિરિ યાને શ્રી મુંડિયા સ્વામી જન્મજયંતી (સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ), અવની મૂલ (દક્ષિણ ભારત). ચંદન નવમી (ઉદાસીન સંપ્રદાય),શિક્ષક દિન. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ભાદ્રપદ સુદ-૧૧, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૮-૦૮ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૩-૩૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. પરિવર્તિની એકાદશી સ્માર્ત (કમલકાકડી), ભદ્રા સાંજે ક. ૧૬-૩૦ થી મધ્યરાત્રિ પછી ૨૭-૦૪. શુભ દિવસ.
બુધવાર, ભાદ્રપદસુદ-૧૨, તા. ૭મી, નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૫-૫૯ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. વામન જયંતી, પરિવર્તિની એકાદશી (ભાગવત). મદન દ્વાદશી, શુભ દિવસ.
ગુરુવાર, ભાદ્રપદ સુદ-૧૩, તા. ૮મી, નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૩-૪૫ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રે ક. ૨૪-૩૮ સુધી (તા. ૯) પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, ગોત્રી-રાત્રિ વ્રતારંભ, ઓનમ-થિરુઓનમ (કેરાલા), પંચક પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૪૦. શુભ દિવસ.
શુક્રવાર, ભાદ્રપદ સુદ-૧૪, તા. ૯મી, નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૧-૩૪ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ, ઈન્દ્ર ગોવિંદપૂજા (ઓરિસ્સા), પંચક, ભદ્રા સાંજે ક. ૧૮-૦૭થી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૫. શુભ કાર્ય
વર્જ્ય છે.
શનિવાર, ભાદ્રપદ સુદ-૧૫, તા. ૧૦મી, નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૯-૩૬ સુધી પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૨ સુધી (તા. ૧૧મી) પછી મીન રાશિ પર જન્માક્ષર. પૌષ્ઠપદી પૂર્ણિમા, અંબાજીનો મેળો, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સંન્યાસીના ચાતુર્માસ સમાપ્તિ, ગોત્રી-રાત્રિ વ્રત સમાપન, અન્વાધાન, પંચક, મહાલય શ્રાદ્ધારંભ, (શ્રાદ્ધ પર્વ તા.૨૫ સુધી) પ્રતિપદા શ્રાદ્ધ, નારાયણગુરુ જયંતી (કેરાલા), પંચક, બુધ વક્રી. સમગ્ર શ્રાદ્ધ પર્વમાં સાંસારિક, માંગલિક શુભ કાર્ય વર્જ્ય છે.

Google search engine