હવે કપડાં પરની કરચલીઓને દૂર કરવા માટે અને તેની સુંદરતામાં વધારો કરવા માટે આપણે બધા જ ઈસ્ત્રી કરીએ છીએ. સ્ટીમ આયર્ન હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. શર્ટ પરની કરચલી પણ આ પ્રેસથી સરળતાથી દૂર થઈ જાય છે, પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણતા નથી અને તેનો ઉપયોગ કરતી વખતે નાની નાની ભૂલો કરે છે. આજે આપણે અહીં વાત કરીશું આ સ્ટીમ આયર્નના યોગ્ય રીતે ઉપયોગ કઈ કરી શકાય…
સ્ટીમ આયર્નનો ઉપયોગ કરતા પહેલાં તમારે કાપડના ફેબ્રિક અથવા ગુણવત્તા તપાસી લો અને એ અનુસાર તમારે આયર્નનું તાપમાન સેટ કરવું જોઈએ. તાપમાન સેટ કર્યા પછી પ્રેસ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે અને તે ગરમ થાય પછી, કપડાં પર આયર્ન ફેરવવાનું શરુ કરો.
આયર્નનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે કપડાને પહેલાં પ્લેન અને મજબૂત સપાટી પર પાથરી દો. કપડાંને સપાટી પર સીધું પાથરવાને બદલે પહેલાં નીચે એક સુતરાઉ કાપડ પાથરો અને ત્યાર બાદ તેના પર જે કપડાં પર ઈસ્ત્રી કરવાની છે એ કપડું પાથરો.
કેટલીકવાર તમારે સ્ટીમ ઇસ્ત્રી માટે બટન દબાવવું પડે છે, અને કેટલીકવાર વરાળ આપોઆપ બહાર આવે છે. તેથી, જો તમે કરચલીવાળા ફેબ્રિકને પ્રેસ કરી રહ્યા હોવ, તો કાળજીપૂર્વક સ્ટીમ વિકલ્પની પસંદગી કરો.
સ્ટીમ આયર્ન કરતી વખતે હંમેશા ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ કરો. ટાંકીના પાણીનો ઉપયોગ ન કરવામાં આવે તો વધારે સારું. વાસ્તવમાં, ટાંકીના પાણીમાં ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે, જેના કારણે કપડા પર દાગ લાગી શકે છે. એટલું જ નહીં, ટાંકીના પાણી દ્વારા સ્ટીમ હોલ્સ પણ બ્લોક થઈ શકે છે.
સ્ટીમ આયર્ન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેની પાણીની ટાંકી યોગ્ય રીતે બંધ હોવી જોઈએ. કારણ કે, જો આમ ન થાય તો પાણી લીકેજ થઈ શકે છે. પાણી લીક થવાથી તમારા કપડાને નુકસાન થઈ શકે છે.
સ્ટીમ આયર્ન યુઝ કરો છો, તમે પણ આ ભૂલો તો નથી કરતાં ને?
RELATED ARTICLES