સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

તા. ૧૧-૯-૨૦૨૨ થી તા. ૧૭-૯-૨૦૨૨

રવિવાર, ભાદ્રપદ વદ-૧, વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૧૧મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૦૮-૦૧ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ભાદ્રપદ કૃષ્ણપક્ષ શરૂ, ઈષ્ટિ, દ્વિતીયા શ્રાદ્ધ, પંચક, નેપ્ચ્યૂન વક્રી કુંભમાં રાત્રે ક. ૨૩-૫૩. (શ્રાદ્ધ પક્ષમાં સાંસારિક, માંગલિક કાર્ય વર્જ્ય છે.)
સોમવાર, ભાદ્રપદ વદ-૨, તા. ૧૨મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૬-૫૮ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. તૃતીયા શ્રાદ્ધ, પંચક, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૦૦.
મંગળવાર, ભાદ્રપદ વદ-૩, તા. ૧૩મી, નક્ષત્ર રેવતી સવારે ક. ૦૬-૩૫ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૦૬-૩૫ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. ચતુર્થી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, અંગારકી ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૫૧. બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. ભદ્રા સવારે ક. ૧૦-૩૭થી, પંચક સમાપ્તિ સવારે ક. ૦૬-૩૫, મંગળ અશ્ર્વિની અમૃતસિદ્ધિ યોગ સવારે ક. ૦૬-૩૫થી સૂર્યોદય (પ્રવેશે વર્જ્ય) સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં રાત્રે ક. ૨૧-૧૫ વાહન ગદર્ભ
(સંયોગિયું છે.)
બુધવાર, ભાદ્રપદ વદ-૪, તા. ૧૪મી, નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૬-૫૬ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. પંચમી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, માધવદેવ તિથિ (આસામ).
ગુરુવાર, ભાદ્રપદ વદ-૫, તા. ૧૫મી, નક્ષત્ર ભરણી સવારે ક. ૦૮-૦૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં બપોરે ક. ૧૪-૨૬ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ષષ્ઠી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ, પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ.
શુક્રવાર, ભાદ્રપદ વદ-૬, તા. ૧૬મી, નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. સપ્તમી શ્રાદ્ધ, ભદ્રા બપોરે ક. ૧૨-૧૯થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૧
શનિવાર, ભાદ્રપદ વદ-૭, તા. ૧૭મી, નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૨-૨૦ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૩ સુધી (તા. ૧૮) પછી મિથુન રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, વિશ્ર્વકર્મા પૂજા (બંગાળ), ચેહલમ (મુસ્લિમ), શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી ૧૨-૨૦ (પ્રયાણે વર્જ્ય), સૂર્ય ક્ધયામાં સવારે ક. ૦૭-૨૦. સંક્રાંતિ પુણ્યકાળ સવારે ક. ૦૭-૨૦ થી બપોરે ક. ૧૩-૪૪.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.