Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૮-૧૨-૨૦૨૨ થી તા. ૨૪-૧૨-૨૦૨૨

રવિવાર, માર્ગશીર્ષ વદ-૧૦, વિ. સં. ૨૦૭૯, તા. ૧૮મી ડિસેમ્બર, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૦-૧૭ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૨-૩૦ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ભદ્રા ક. ૧૫-૪૨ થી ક. ૨૭-૩૨. લવણદાન, પાર્શ્ર્વનાથ જયંતી, જૈન, લગ્ન મુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
સોમવાર, માર્ગશીર્ષ વદ-૧૧, તા. ૧૯મી, નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૦-૩૦ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. સફલા એકાદશી (તલ), અન્નપૂર્ણા વ્રત સમાપ્તિ, લવણદાન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
મંગળવાર, માર્ગશીર્ષ વદ-૧૨, તા. ૨૦મી, નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૬ સુધી (તા. ૨૧મી) પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો પ્રારંભ ક. ૨૬-૫૬, તિથિ વાસર ક. ૦૮-૦૫ સુધી. વાસ્તુકળશ, શુભ દિવસ.
બુધવાર, માર્ગશીર્ષ વદ-૧૩, તા. ૨૧મી, નક્ષત્ર વિશાખા સવારે ક. ૦૮-૩૨ સુધી, પછી અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૨ સુધી (તા. ૨૨મી), પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, શિવરાત્રિ, વિંછુડો, ભદ્રા પ્રારંભ ક. ૨૨-૧૬. સૂર્ય સાયન મકરમાં ક. ૨૭-૧૯. ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ પ્રારંભ.વાસ્તુકળશ, શુભ દિવસ.
ગુરુવાર, માર્ગશીર્ષ વદ-૧૪, તા. ૨૨મી, નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૨ સુધી (તા. ૨૩) પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૨ સુધી (તા. ૨૩મી) પછી ધનુ રાશિ પર જન્માક્ષર. ભારતીય પૌષ માસારંભ, અયન પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત. ભદ્રા સમાપ્તિ ક. ૦૮-૪૮, વિંછુડો સમાપ્તિ ક. ૨૮-૦૨. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, માર્ગશીર્ષ વદ-૩૦, તા. ૨૩મી, નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૨ સુધી (તા. ૨૪) પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ), અન્વાધાન, અયન કરિદિન. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, પૌષ સુદ-૧, તા. ૨૪મી, નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૨-૧૪ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૦ સુધી (તા. ૨૫) પછી મકર રાશિ પર જન્માક્ષર. પૌષ શુક્લ પક્ષ પ્રારંભ ઈષ્ટિ, ચંદ્રદર્શન, મું. ૩૦. ઉત્તર શૃંગોન્નતિ, ૩૯ અંશ. સામાન્ય દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular