સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

તા. ૨૧-૮-૨૦૨૨ થી તા. ૨૭-૮-૨૦૨૨

રવિવાર, શ્રાવણ વદ-૧૦,વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૨. નક્ષત્ર મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૮-૦૯ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. આદિત્ય પૂજન, ખોરદાદ સાલ (પારસી), ભદ્રા બપોરે ક. ૧૪-૨૦ થી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૫. (તા. ૨૨). સામાન્ય દિવસ. પ્રતિષ્ઠા.
સોમવાર, શ્રાવણ વદ-૧૧, તા. ૨૨મી ઓગસ્ટ, નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૦૭-૪૦ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. શિવપૂજન, શિવમુષ્ટિ જવ, અજા સ્માર્ત એકાદશી (ખારેક), ખોરદાદ સાલ. સામાન્ય દિવસ.વાસ્તુ,ખાત.
મંગળવાર, શ્રાવણ વદ-૧૨, તા. ૨૩મી, નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૪૩ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. બારસની વૃદ્ધિ તિથિ છે. મંગલાગૌરી પૂજન, અજા ભાગવત એકાદશી (ખારેક), દ્વાદશી વૃદ્ધિ તિથિ છે. સૂર્ય સાયન ક્ધયામાં સવારે ક.૦૮-૪૭. સૌર શરદૠતુ પ્રારંભ, ભારતીય ભાદ્રપદ માસારંભ. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, શ્રાવણ વદ-૧૨, તા. ૨૪મી, નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૩-૩૮ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૬-૫૫ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. બુધ પૂજન, પ્રદોષ, પર્યુષણ પ્રારંભ – ચતુર્થી પક્ષ (જૈન), હર્ષલ વક્રી રાત્રે ક. ૧૯-૨૪. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, શ્રાવણ વદ-૧૩, તા. ૨૫મી નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૬-૧૫ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. બૃહસ્પતિ પૂજન, શિવરાત્રિ, અઘોરા ચતુર્દશી, કૈલાશયાત્રા (બે દિવસ), પર્યુષણ પ્રારંભ – પંચમી પક્ષ (જૈન), ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક.
૧૬-૧૫, (વિવાહે વર્જ્ય). ભદ્રા સવારે ક. ૧૦-૩૭થી રાત્રે ક. ૨૩-૩૩. સવારે ક.૧૦.૩૯ સુધી શુભ.
શુક્રવાર, શ્રાવણ વદ-૧૪, તા. ૨૬મી, નક્ષત્ર આશ્ર્લેષા સાંજે ક. ૧૮-૩૨ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં સાંજે ક. ૧૮-૩૨ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. જીવંતિકા પૂજન, પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા, વૃષભ પૂજન, માતૃકા દિન, દર્ભાહરણ. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, શ્રાવણ વદ-૩૦, તા. ૨૭મી, નક્ષત્ર મઘા રાત્રે ક. ૨૦-૨૫ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. અશ્ર્વત્થ મારુતિ પૂજન, અન્વાધાન, શિવપૂજન સમાપ્ત. શુભ કાર્ય વર્જ્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.