તા. ૨૭-૧૧-૨૦૨૨ થી તા. ૩-૧૨-૨૦૨૨
રવિવાર, માર્ગશીર્ષ સુદ-૪, તા. ૨૭મી નવેમ્બર, ૨૦૨૨. નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે ક. ૧૨-૩૭ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં સાંજે ક. ૧૮-૦૩ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૭. લગ્ન.
સોમવાર, માર્ગશીર્ષ સુદ-૫, તા. ૨૮મી, નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૧૦-૨૮ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. નાગપંચમી, સ્કંદ ષષ્ઠી, સુબ્ર્ામણ્યમ ષષ્ઠી (દક્ષિણ ભારત),લગ્ન,,વાસ્તુ-કળશ,સર્વદેવ પ્રતિષ્ઠા.
મંગળવાર, માર્ગશીર્ષ સુદ-૬, તા. ૨૯મી, નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૮-૩૭ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં રાત્રે ક. ૧૯-૫૦ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. ચંપાષષ્ઠી, માર્તંડ ભૈરવ ઉત્થાપન, અન્નપૂર્ણાવ્રતારંભ, મિત્ર સપ્તમી, બુધનો પશ્ર્ચિમોદય, પંચક પ્રારંભ ક. ૧૯-૫૨.લગ્ન,,વાસ્તુ-કળશ,સર્વદેવ પ્રતિષ્ઠા.
બુધવાર, માર્ગશીર્ષ સુદ-૭, તા. ૩૦મી, નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૦૭-૧૦ સુધી, પછી શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૧ સુધી(તા.૧), પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. પંચક, ભદ્રા ક. ૦૮-૫૯થી ક. ૨૦-૦૭.,વાસ્તુ-કળશ,સર્વદેવ પ્રતિષ્ઠા.
ગુરુવાર, માર્ગશીર્ષ સુદ-૮, તા. ૧લી ડિસેમ્બર, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૩(તા.૨જી) સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૨૩-૪૭ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. નોમનો ક્ષય છે. દુર્ગાષ્ટમી, શ્રી હરિ જયંતી, કલ્પાદિ, પંચક
શુક્રવાર, માર્ગશીર્ષ સુદ-૧૦, તા. ૨જી, નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી(તા.૩થી), પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. પંચક, બુધ ધનુમાં ક. ૩૦-૪૮, સૂર્ય જયેષ્ઠામાં ક. ૩૦-૫૨, લગ્ન,ખાત.સર્વદેવ પ્રતિષ્ઠા
શનિવાર, માર્ગશીર્ષ સુદ-૧૧, તા. ૩જી, નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૫ સુધી(તા.૪થી), પછી અશ્ર્વિની. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. મોક્ષદા સ્માર્ત એકાદશી (રાજગરો), શ્રી ગીતા જયંતી, પંચક સમાપ્તિ મધ્યરાત્રી પછી ક. ૩૦-૧૫(તા.૪), ભદ્રા સાજે ક. ૧૭-૩૩થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૩૪(તા.૪). નેપ્ચ્યૂન માર્ગી.