સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

તા. ૭-૮-૨૦૨૨ થી તા. ૧૩-૮-૨૦૨૨

રવિવાર, શ્રાવણ સુદ-૧૦,વિક્રમ સંવત ૨૦૭૮. તા. ૭મી ઓગસ્ટ, ઇ.સ.૨૦૨૨. નક્ષત્ર અનુરાધા સાંજે ક. ૧૬-૨૯ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. આદિત્ય પૂજન, વિંછુડો. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, શ્રાવણ સુદ-૧૧, તા. ૮મી ઓગસ્ટ, નક્ષત્ર જયેષ્ઠા બપોરે ક. ૧૪-૩૬ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં બપોરે ક. ૧૪-૩૬ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. શિવપૂજન, શિવમુષ્ટિ તલ, પુત્રદા એકાદશી (શિંગોડા), પવિત્રા એકાદશી સવારે ક. ૧૦-૩૦ પહેલા પવિત્રા ધરાવવા. ઝુલનયાત્રા પ્રારંભ, વિંછુડો સમાપ્તિ બપોરે ક. ૧૪-૩૬, ભદ્રા સવારે ક. ૧૦-૨૮થી રાત્રે ક. ૨૧-૦૦. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર,શ્રાવણ સુદ-૧૨, તા. ૯મી, નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૨-૧૭ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. મંગલાગૌરી પૂજન, પવિત્રા બારસ, વિષ્ણુપવિત્રા રોપણ, બુદ્ધ દ્વાદશી, દામોદર દ્વાદશી, ભીમ પ્રદોષ, અગસ્ત્ય દર્શન, મોહરમ – તાજીયા (મુસ્લિમ). શુભ દિવસ.
બુધવાર, શ્રાવણ સુદ-૧૩, તા. ૧૦મી, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૦૯-૩૯ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં બપોરે ક. ૧૪-૫૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. બુધ પૂજન, આખેટક ત્રયોદશી, શિવ પવિત્રારોપણ (ઓરિસ્સા), મંગળ વૃષભમાં રાત્રે ક. ૨૧-૦૮. શુભ દિવસ.વાસ્તુ કળશ.
ગુરુવાર, શ્રાવણ સુદ-૧૪, તા. ૧૧મી નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૦૬-૫૨ સુધી, પછી શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૭ સુધી(તા.૧૨મી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. બૃહસ્પતિ પૂજન, વ્રતની પૂનમ, નારિયેળી પૂર્ણિમા, ઋક- શુક્લઽ યજુ: તૈતરિય શ્રાવણી, રક્ષાબંધન પવિત્ર સાંસ્કૃતિક પર્વ-તહેવાર પૂર્ણદિવસ મનાવવો, હયગ્રીવ જયંતી, અવની જયંતી, કુલધર્મ, ઝુલનયાત્રા સમાપ્ત, અન્વાધાન, બલભદ્ર પૂજા (ઓરિસ્સા), ભદ્રા સવારે ક. ૧૦-૩૮ થી રાત્રે ક. ૨૦-૫૧. પારસી ગાથા-૧ અહુનવદ. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, શ્રાવણ સુદ-૧૫, તા. ૧૨મી, નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૫ સુધી (તા. ૧૩મી), પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૪-૪૮ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. એકમનો ક્ષય છે. જીવંતિકા પૂજન, વરદ્લક્ષ્મી વ્રત, ઈષ્ટિ, અમરનાથ યાત્રા, પ્રતિપદા ક્ષય તિથિ છે. ગાયત્રી પુન:શ્ર્ચરણ પ્રારંભ, કોકિલાવ્રત સમાપન, પંચક પ્રારંભ બપોરે ક. ૧૪-૪૮. પારસી ગાથા-૨ ઉશ્તવદ. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, શ્રાવણ વદ-૨, તા. ૧૩મી, નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૨૩-૨૭ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. અશ્ર્વત્થ મારુતિ પૂજન, હિંડોળા સમાપ્ત, પંચક, પારસી ગાથા-૩ સ્પેન્દોર્મદ. શુભ દિવસ.વાસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.