સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

તા. ૩૧-૭-૨૦૨૨ થી તા. ૬-૮-૨૦૨૨

રવિવાર, શ્રાવણ સુદ-૩, વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૩૧મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૪-૧૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. આદિત્ય પૂજન, મધુશ્રવા તૃતિયા, હરિયાલી ત્રીજ, આદિપૂરમ (દક્ષિણ ભારત), બુધ સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૬. સામાન્ય દિવસ.
સોમવાર, શ્રાવણ સુદ-૪, તા. ૧લી ઑગસ્ટ, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સાંજે ક. ૧૬-૦૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૨-૨૮ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. શિવપૂજન, શિવમુષ્ટિ ચોખા, વિનાયક ચતુર્થી, લોકમાન્ય તિલક પુણ્યતિથિ, ભદ્રા સાંજે ક. ૧૬-૪૭થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૩ (તા. ૨). શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર,શ્રાવણ સુદ-૫, તા. ૨જી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૭-૨૮ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. મંગલાગૌરી પૂજન, નાગપંચમી, ઋક-શુક્લ-યજુ: શ્રાવણી, જાગ્રત ગૌરી પંચમી (ઓરિસ્સા). શુભ દિવસ.
બુધવાર, શ્રાવણ સુદ-૬, તા. ૩જી, નક્ષત્ર હસ્ત સાંજે ક. ૧૮-૨૩ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. બુધ પૂજન, ઋક હિરણ્યકેશી શ્રાવણી, સુપોર્દન વર્ણ ષષ્ઠી, કલ્કી જયંતી, રાંધણ છઠ્ઠ, શિયાલ ષષ્ઠી, સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં સવારે ક. ૦૯-૩૮, વાહન મોર (સંયોગિયુ નથી), સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, ખાત મુહૂર્ત. શુભ દિવસ.
ગુરુવાર, શ્રાવણ સુદ-૭, તા. ૪થી, નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૪૭ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં ક. ૦૬-૩૯ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. બૃહસ્પતિ પૂજન, શીતલા સપ્તમી, ગોસ્વામી તુલસીદાસ જયંતી, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૬ (તા. ૫મી) સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, ખાતમુહૂર્ત. શુભ દિવસ.
શુક્રવાર, શ્રાવણ સુદ-૮, તા. ૫મી, નક્ષત્ર સ્વાતિ સાંજે ક. ૧૮-૩૬ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. જીવંતિકા પૂજન, દુર્ગાષ્ટમી, નૈનાદેવી મેલા, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૩૫, શુભ કાર્ય વર્જ્ય છે. (વિષ્ટિદોષ ગ્રાહ્ય છે.)
શનિવાર, શ્રાવણ સુદ-૯, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર વિશાખા સાંજે ક. ૧૭-૫૦ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૨-૦૫ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. અશ્ર્વત્થ મારુતિ પૂજન, શ્રી હરિજયંતી, બગીચા નોમ, નકુલનોમ, વિંછુડો પ્રારંભ બપોરે ક. ૧૨-૦૫. શુક્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૯ (તા. ૭મી) શુભ કાર્ય વર્જ્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.