સાપ્તાહિક દૈનંદિની

ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૪-૭-૨૦૨૨ થી તા. ૩૦-૭-૨૦૨૨

રવિવાર, આષાઢ વદ-૧૧, વિક્રમ સંવત, ૨૦૭૮, તા. ૨૪મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૧-૫૯ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. કામિકા એકાદશી (ગૌ દૂધ). સર્વદેવ પ્રતિષ્ઠા. સામાન્ય દિવસ.
સોમવાર, આષાઢ વદ-૧૨, તા. ૨૫મી, નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૫ સુધી (તા. ૨૬) પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સવારે ક. ૧૧-૩૨ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. સોમ પ્રદોષ, અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૬ (તા. ૨૬). ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
મંગળવાર,આષાઢ વદ-૧૩, તા. ૨૬મી, નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૮ સુધી (તા. ૨૭) પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, બુધોદય પશ્ર્ચિમમાં, ભદ્રા પ્રારંભ સાંજે ક. ૧૮-૪૭. સામાન્ય દિવસ.
બુધવાર, આષાઢ વદ-૧૪, તા. ૨૭મી, નક્ષત્ર પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રે ક. ૨૪-૨૧ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૦૧. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, આષાઢ વદ-૩૦, તા. ૨૮મી, નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૭-૦૪ સુધી, પછી પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, દિવાસાનું રાત્રે જાગરણ, હરિયાળી અમાવસ્યા, અન્વાધાન, દીપપૂજા, આદિ અમાવસ્યા (દક્ષિણ ભારત), ચિતલાગી અમાવસ્યા (ઓરિસ્સા), કરકટ પૂજા (કેરાલા). ગુરુ પુષ્યામૃતસિદ્ધિયોગ સવારે ક. ૦૭-૦૪થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય), ગુરુ વક્રી. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, શ્રાવણ સુદ-૧, તા. ૨૯મી, નક્ષત્ર પુષ્ય સવારે ક. ૦૯-૪૬ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, શ્રાવણ શુક્લ પક્ષ પ્રારંભ, શિવપૂજનારંભ, જીવંતિકા પૂજન, મહાલક્ષ્મી સ્થાપન અને પૂજન, નક્તવ્રતારંભ. (સવારે ક. ૦૯-૪૬ સુધી શુભ)
શનિવાર, શ્રાવણ સુદ-૨, તા. ૩૦મી, નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૨-૧૨ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. અશ્ર્વત્થ મારુતિ પૂજન, ચંદ્રદર્શન મુહુર્ત ૩૦. સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ ૨૪ અંશ. શુભ કાર્ય
વર્જ્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.