Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૫-૩-૨૦૨૩ થી તા. ૧૧-૩-૨૦૨૩

રવિવાર, ફાલ્ગુન સુદ-૧૩, તા. ૫મી માર્ચ, ૨૦૨૩. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૨૯ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૨૯ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. – સામાન્ય દિવસ.
સોમવાર, ફાલ્ગુન સુદ-૧૪, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર મઘા મધ્યરાત્રે ક. ૨૪-૦૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, હુતાશની પૂર્ણિમા, હોલિકા દહન, માઘી માસમ (દક્ષિણ ભારત), શનિ પૂર્વમાં ઉદય થાય છે., ભદ્રા સાંજે ક. ૧૬-૧૭ થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૫. (તા. ૭મી). શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ફાલ્ગુન સુદ-૧૫, તા. ૭મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૧ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ધુળેટી, ધૂલી વંદના, હોળાષ્ટક સમાપ્તિ સાંજે ક. ૧૮-૦૯, અભ્યંગસ્નાન, કરિદિન, અન્વાધાન, મન્વાદિ, શ્રી ચૈતન્ય જયંતી. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, ફાલ્ગુન વદ-૧, તા. ૮મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૯ સુધી (તા. ૯મી), પછી હસ્ત. ચંદ્ર સિંહમાં સવારે ક. ૦૮-૫૨ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, વસંતોત્સવારંભ, આમ્રકુસુમપ્રાશન, અભ્યંગસ્નાન, શબ્બેબારાત (મુસ્લિમ). લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ શુભ દિવસ.
ગુરુવાર, ફાલ્ગુન વદ-૨, તા. ૯મી, નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૬ સુધી (તા. ૧૦મી), પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. સંત તુકારામ બીજ. લગ્ન,ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, ઉપનયન શુભ દિવસ.
શુક્રવાર, ફાલ્ગુન વદ-૩, તા. ૧૦મી, નક્ષત્ર ચિત્રા. ચંદ્ર ક્ધયામાં સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. કલ્પાદિ, શ્રી શિવાજી મહારાજ જયંતી (તિથિ પ્રમાણે), ભદ્રા સવારે ક. ૦૯-૨૦ થી રાત્રે ક. ૨૧-૪૨. શુભ દિવસ.
શનિવાર, ફાલ્ગુન વદ-૪, તા. ૧૧મી, નક્ષત્ર ચિત્રા સવારે ક. ૦૭-૧૦ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૨-૦૬. શુભ કાર્ય વર્જ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular