Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૬-૨-૨૦૨૩ થી તા. ૪-૩-૨૦૨૩

રવિવાર,ફાલ્ગુન સુદ-૭, વિ. સં. ૨૦૭૯, તા. ૨૬મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૩. નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૮ સુધી (તા. ૨૭), પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૧૦-૧૩ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ભાનુ સપ્તમી, હોળાષ્ટક પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૫૮, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૫૯. સામાન્ય દિવસ.
સોમવાર, ફાલ્ગુન સુદ-૮, તા. ૨૭મી, નક્ષત્ર રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૩-૩૪, બુધ કુંભમાં સાંજે ક. ૧૬-૪૫ સુધી. હોળાષ્ટકના કમુહૂર્તામાં પૂનમ સુધીના તા. ૭ માર્ચ સુધીના કમુહૂર્તા હોય સાંસારિક, માંગલિક શુભ કાર્ય વર્જ્ય છે. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ફાલ્ગુન સુદ-૯, તા. ૨૮મી, નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૭-૧૮ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૦-૩૧ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. શ્રી હરિજયંતી, બુધ પૂર્વમાં અસ્ત થાય છે. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, ફાલ્ગુન સુદ-૧૦, તા. ૧લી માર્ચ, નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૦૯-૫૧ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ફાગુ દશમી (ઓરિસ્સા). શુભ દિવસ.
ગુરુવાર, ફાલ્ગુન સુદ-૧૧, તા. ૨જી, નક્ષત્ર આર્દ્રા બપોરે ક. ૧૨-૪૨ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. એકાદશી વૃદ્ધિ તિથિ છે. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૫૩. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, ફાલ્ગુન સુદ-૧૧, તા. ૩જી, નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૫-૪૨ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૮-૫૭ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. આમ્લકી એકાદશી (આમળા), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૧૧. શુભ દિવસ.
શનિવાર, ફાલ્ગુન સુદ-૧૨, તા. ૪થી, નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૮-૪૦ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ગોવિંદ દ્વાદશી, શનિ પ્રદોષ, સૂર્ય પૂર્વાભાદ્રપદામાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૬ (તા. ૫).
શુભ દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular