Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૨-૨-૨૦૨૩ થી તા. ૧૮-૨-૨૦૨૩

રવિવાર, માઘ વદ-૬, તા. ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૬ સુધી (તા. ૧૩મી), પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. પૂર્વેદ્યુ: શ્રાદ્ધ, પારસી ૭મો મહેર માસારંભ, ભદ્રા સવારે ક. ૦૯-૪૫થી ૨૧-૪૯. સવારે ક. ૦૯-૪૫ સુધી શુભ.
સોમવાર, માઘ વદ-૭, તા. ૧૩મી, નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૪ સુધી (તા. ૧૪મી) પછી અનુરાધા. ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૦-૩૬ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. અષ્ટકા શ્રાદ્ધ, શ્રીનાથજીનો પાટોત્સવ (નાથદ્વારા), કાલાષ્ટમી, સૂર્ય કુંભમાં સવારે ક. ૦૯-૪૩, મું. ૪૫, સમર્ઘ સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સવારે ક. ૦૯-૪૩. વિંછુડો પ્રારંભ રાત્રે ક. ૨૦-૩૬. સવારે ક. ૦૯-૪૩ પછી શુભ.
મંગળવાર, માઘ વદ-૮, તા. ૧૪મી, નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૦ સુધી (તા. ૧૫મી), પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. અન્વષ્ટકા શ્રાદ્ધ, જાનકી જન્મ, વિંછુડો. લગ્ન. સર્વદેવપ્રતિષ્ઠા, શુભ દિવસ.
બુધવાર, માઘ વદ-૯, તા. ૧૫મી, નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રે ક. ૨૪-૪૫ સુધી (તા. ૧૬મી), પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રે ક. ૨૪-૪૫ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. શ્રી રામદાસ નવમી, દસમી ક્ષય તિથિ છે. સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી, વિંછુડો સમાપ્તિ મધ્યરાત્રે ક. ૨૪-૪૫, ભદ્રા સાંજે ક. ૧૮-૪૦ થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૨. શુક્ર મીનમાં રાત્રે ક. ૨૦-૦૧. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, માઘ વદ-૧૧, તા. ૧૬મી, નક્ષત્ર મૂળ ૨૨-૫૨ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. વિજયા સ્માર્ત એકાદશી (પેંડા). લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવપ્રતિષ્ઠા, શુભ દિવસ.
શુક્રવાર, માઘ વદ-૧૨, તા. ૧૭મી, નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૦-૨૭ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૧૮મી), પછી મકર રાશિ પર જન્માક્ષર. વિજયા ભાગવત એકાદશી (પેંડા). ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ.
શનિવાર, માઘ વદ-૧૩, તા. ૧૮મી, નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૭-૪૧ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. શનિ પ્રદોષ, મહાશિવરાત્રિ – શિવપૂજન, નિશિથકાલ મધ્યરાત્રે ૨૪-૨૭ થી ૨૫-૧૭. પ્રથમ પ્રહર: સાંજે ક. ૧૮-૩૬, દ્વિતિય રાત્રે ક. ૨૧-૪૪, તૃતીય મધ્યરાત્રે ક. ૨૪-૫૨, ચતુર્થ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૦થી પ્રારંભ, ભદ્રા રાત્રે ક. ૨૦-૦૪થી મધ્યરાત્રિ પછી ૩૦-૧૨. નેપ્ચ્યુન મીનમાં રાત્રે ક. ૨૦-૪૪. સૂર્ય સાયન મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૫ સૌર વસંતૠતુ પ્રારંભ. શુભ કાર્ય વર્જ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular