Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૯-૧-૨૦૨૩ થી તા. ૪-૨-૨૦૨૩

રવિવાર, માઘ સુદ-૮,વિ.સં.૨૦૭૯, તા. ૨૯મી જાન્યુઆરી, ઇ.સ.૨૦૨૩. નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૦-૨૦ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૫ સુધી (તા. ૩૦મી), સુધી પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ખોડિયારમા જયંતી. સામાન્ય દિવસ.
સોમવાર, માઘ સુદ-૯, તા. ૩૦મી, નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૨-૧૪ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. શ્રી હરિજયંતી, મહાત્મા ગાંધી નિર્વાણ દિન. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, માઘ સુદ-૧૦, તા. ૩૧મી, નક્ષત્ર રોહિણી મધ્યરાત્રે ક. ૨૪-૩૮ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. ભક્ત પુંડલિક ઉત્સવ (પંઢરપુર), ભદ્રા પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૫૬. લગ્ન, ઉપનયન, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા શુભ દિવસ.
બુધવાર, માઘ સુદ-૧૧, તા. ૧લી, નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૨ સુધી (તા. ૨જી), પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં બપોરે ક. ૧૩-૫૮ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. જયા એકાદશી (શેરડી), ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૨. સામાન્ય દિવસ.
ગુરુવાર, માઘ સુદ-૧૨, તા. ૨જી, નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૭ સુધી (તા. ૩જી), પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ભીષ્મ દ્વાદશી, પ્રદોષ. બપોરે ક. ૧૨-૧૧ પછી શુભ.
શુક્રવાર, માઘ સુદ-૧૩, તા. ૩જી, નક્ષત્ર પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૧ સુધી (તા. ૪થી), પછી કર્ક રાશિ પર જન્માક્ષર. વિશ્ર્વકર્મા જયંતી, કલ્પાદિ, મોઢેશ્ર્વરી માતાનો પાટોત્સવ (મોઢેરા), ડેઝર્ટ ઉત્સવ – ત્રણ દિવસ (જેસલમેર), શનિ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
શનિવાર, માઘ સુદ-૧૪, તા. ૪થી, નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૯-૧૫ સુધી, પછી પુષ્ય. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. અગ્નિ ઉત્સવ (ઓરિસ્સા), ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૨૯. શુભ કાર્ય વર્જ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular