તા. ૨૨-૧-૨૦૨૩ થી તા. ૨૮-૧-૨૦૨૩
રવિવાર, માઘ સુદ-૧, તા. ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૩. નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૦ સુધી (તા. ૨૩મી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, માઘ શુક્લાદિ, શુક્ર કુંભમાં બપોરે ક. ૧૫-૫૩, હર્ષલ માર્ગી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૧ (તા. ૨૩). સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
સોમવાર, માઘ સુદ-૨, તા. ૨૩મી, નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રે ક. ૨૪-૨૫ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં રાત્રે ક. ૧૩-૫૦ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન, ઉત્તર શૃંગોન્નતિ ૨૧ અંશ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી, પંચક પ્રારંભ બપોરે ક. ૧૩-૫૦. વ્યતિપાત જન્મયોગ શાંતિપૂજા, શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, માઘ સુદ-૩, તા. ૨૪મી, નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૨૧-૫૭ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. તિલકુંદ ચતુર્થી, પંચક, મુસ્લિમ ૭મો રજજબ માસારંભ, સૂર્ય શ્રવણમાં સાંજે ક. ૧૩-૨૬, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૫ (તા. ૨૫). ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, માઘ સુદ-૪, તા. ૨૫મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા રાત્રે ક. ૨૦-૦૪ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં બપોરે ક. ૧૪-૨૮ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૩૪. ઉપનયન, શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, માઘ સુદ-૫, તા. ૨૬મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સાંજે ક. ૧૮-૫૬ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. વસંત પંચમી, સરસ્વતી પૂજા, શ્રી પંચમી, ગણરાજ્ય દિન, આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય), પંચક. લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત, વાસ્તુ કળશ, શુભ દિવસ.
શુક્રવાર, માઘ સુદ-૬, તા. ૨૭મી, નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૮-૩૬ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૧૮-૩૬ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. મન્વાદિ, શીતલા ષષ્ઠી (બંગાળ), અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૮-૩૭. લગ્ન, ઉપનયન,ખાતમુહૂર્ત, વાસ્તુ કળશ, શુભ દિવસ.
શનિવાર, માઘ સુદ-૭, તા. ૨૮મી, નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૧૯-૦૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી, વિધાન સપ્તમી, ચંદ્રભાગા સપ્તમી (ઓરિસ્સા), ભીષ્માષ્ટમી, લાલા લજપતરાય જયંતી, ભદ્રા સવારે ક. ૦૮-૪૩ થી રાત્રે ક. ૨૦-૪૭. વાસ્તુ કળશ, સવારે ક. ૦૮-૪૩ સુધી શુભ.