Homeઆમચી મુંબઈપપ્પા દરવાજો ખોલો, બાળકી બાથરૂમમાંથી ચીસો પાડતી રહી.....

પપ્પા દરવાજો ખોલો, બાળકી બાથરૂમમાંથી ચીસો પાડતી રહી…..

પરંતુ શેતાને પત્નીની નિર્દયતાથી કરી હત્યા

રાયગઢ જિલ્લામાં તાજેતરમાં મહિલાઓની હત્યાના કમનસીબ કિસ્સાઓ વધી રહ્યા છે. કરજત તાલુકાના હળવલી ખાતે મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા અને આક્રોશજનક કૃત્યથી કર્જત તાલુકો હચમચી ગયો છે.
કર્જત કલ્યાણ રાજ્યમાર્ગની બાજુમાં આવેલી એફ વિંગ, સિગ્નેચર ડિઝાયર સોસાયટીના પહેલા માળે રૂમ નંબર 206માં સંજય ભાલેરાવ ઉર્ફે બંટી અને તેની પત્ની પૂજા તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સાથે કોમ્પ્લેક્સમાં ભાડેથી રહેતા હતા. આરોપી સંજય પનવેલ રેલવે સ્ટેશન પર ધંધો કરતો હતો. સંજય ભાલેરાવને તેની પત્ની પૂજા પર હંમેશા શંકા રહેતી હતી. સંજયને શંકા હતી કે તેની પત્ની અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે. આ શંકાના કારણે પત્ની પૂજા અને પતિ સંજય વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આખરે આ બધાથી કંટાળીને પત્ની પૂજાએ 2 માર્ચે કર્જત પોલીસ સ્ટેશનમાં સંજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પૂજા તેની મોટી દીકરીને સંજયના ઘરે મૂકીને અન્ય ત્રણ બાળકો સાથે વાંગણીમાં તેના ઘરેથી નીકળી ગઈ હતી.
દરમિયાન મોટી પુત્રીએ તેની માતાને ફોન કરીને હળવલી સ્થિત સંજયના ઘરે બોલાવી અને તેને પણ તેના મામાના ઘરે લઈ જવા વિનંતી કરી હતી. જ્યારે પૂજા હળવલીમાં આવી ત્યારે તેની અને સંજય વચ્ચે બોલાચાલી થઇ હતી. સંજયે તેની મોટી પુત્રીને બહારથી બાથરૂમમાં બંધ કરી દીધી હતી અને પૂજાને બેડરૂમમાં ઘસડી ગયો હતો. તેણે પૂજાના પેટ પર તીક્ષ્ણ કાતર વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેણે ધારદાર કાતરને પેટમાં ઘુસાડી નજીકમાં આવેલ સિલાઈ મશીન પૂજાના માથામાં નાખી દીધું હતું. સંજયે પૂજાની પીઠ પર પણ કાતરના ઘા માર્યા હતા અને પત્નીની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરી હતી.
દરમિયાન પૂજાની માતા સંજયના ઘરે પહોંચી હતી. દીકરીને લોહીના ખાબોચિયામાં જોઈને માતાના પગ નીચેની જમીન સરકી ગઈ. આ સમયે સંજય તેની સાસુને ધક્કો મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. કરજત પોલીસને આ ઘટનાની માહિતી મળતાની સાથે જ કરજતના સબ-ડિવિઝનલ ઓફિસર વિજય લગારે સાથે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ ફરાર પતિ સંજય પોલીસ સ્ટેશનમાં કર્જત પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તેણે પત્ની પૂજાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
પૂજાના સંબંધીઓએ કરજત પોલીસ પાસે માંગ કરી છે કે હત્યારા પતિ સંજયને કડકમાં કડક સજા કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular