બોલીવૂડના ‘દબંગ’ સ્ટાર સલમાન ખાન આજે તેના 57મા જન્મદિવસની ઉજવી કરી રહ્યો છે ત્યારે તેના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી-ટાઉનના સ્ટાર્સ પહોંચ્યા હતા. બોલીવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાન ત્યાં પહોંચીને સલમાનને સરપ્રાઈઝ આપ્યું હતું. કહેવાય છે કે બંને વચ્ચે પહેલેથી જોરદાર બોન્ડિંગ જોવા મળે છે. એના સિવાય સંગીતા બિજલાની પણ આ પાર્ટીમાં જોવા મળી હતી.
આ સાથે જ સલમાને મીડિયા સાથે પણ કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
સલમાન ખાને તેની બર્થડે પાર્ટીમાં હાઈ સિક્યોરિટી સાથે ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. સલમાન પણ મીડિયા સામે પોઝ આપતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સલમાન દર વર્ષે પનવેલ ફાર્મ હાઉસમાં પોતાનો જન્મદિવસ ઉજવતો આવ્યો છે, પરંતુ આ વખતે બહેન અર્પિતા ખાનના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુનીલ શેટ્ટી, સોનાક્ષી સિન્હા, તબ્બુ, યુલિયા વંટુર, અરબાઝ ખાન, રિતેશ દેશમુખ, કાર્તિક આર્યન, જેનેલિયા ડિસોઝા, તબ્બુ, પૂજા હેગડે, સોનાક્ષી સિંહા સહિતના ઘણા સ્ટાર્સે ભાઈજાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે પાર્ટીમાં હાજરી આપી હતી.
‘દબંગ’ સ્ટાર સલમાન ખાનના બર્થ-ડેની રોનક વધારી કિંગ ખાને
https://t.co/hEaRIY1WaL #HappyBirthdaySalmanKhan #BhaiKaBirthday #KisiKaBhaiKisiKiJaan #ShahRukhKhan #Bollywood pic.twitter.com/ynCCcV9alH— Mumbai Samachar Official (@Msamachar4u) December 27, 2022