દાગ દામન પે નહિ દિલ પે લિયા હૈ મૈને…

મેટિની

રંગીન ઝમાને-હકીમ રંગવાલા

“કભી કભી સંગીતમય રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કોને કહેવાય એ સમજવા માટે યશ ચોપરાની હિન્દી ફિલ્મો એક પાઠશાળા છે.કભી કભી ફિલ્મ ચોપરાજીની શિરમોર ફિલ્મ છે. કભી કભી મેરે દિલ મેં.. કી જીન્દગી તેરી ઝુલ્ફ… નઝ્મ સાહીરના કાવ્ય સંગ્રહ तल्खियाँ માં હતી. જે ૧૯૪૩માં પ્રકાશિત થયેલી. વર્ષો બાદ ખૈયામ સાહેબે કભી કભી મેરે દિલ મેં.. ગીત ચેતન આનંદની ફિલ્મ માટે સુધા મલ્હોત્રા અને ગીતા દત્તના અવાજમાં રેકોર્ડ કરેલું. એ ફિલ્મ બની નહીં અને યશજીની ‘કભી કભી’ માટે સાહિરે ખાસ રોમેન્ટિક ગીત લખ્યું.
કભી કભી ફિલ્મના સંગીતકાર પહેલા લક્ષ્મીકાંત પ્યારેલાલ હતાં પણ સાહિરને જામ્યુ નહીં એવું નિદા ફાઝલીએ ‘તમાશા મેરે આગે’ મા લખ્યું છે. સાહીરના આગ્રહથી ખૈયામ આવ્યા. જેમણે અદ્ભૂત ધુનો બનાવી.. ફિલ્મમાં અન્ય નઝ્મો કે ગીતો સાથે દિકરી માટે પણ એક સુંદર ગીત છે, ‘મેરે ઘર આઇ એક નન્હી પરી.. ’ એના શબ્દો પણ લાજવાબ છે. અને ફિલ્મનું ઓછું જાણીતું ગીત લતાજીએ દિલ રેડીને ગાયેલું અને રાખી પર શ્રેષ્ઠ ફિલ્માંકન કરેલું યશજીએ જેના બોલ હતા, ‘સુર્ખ જોડે કી યે ઝગમગાહટ, શોખ બિંદીયા કી યે ઝીલમિલાહટ…’
“કભી કભી મેરે દિલમે ખયાલ આતા હે, કે જૈસે તુ મુજે ચાહેગી ઉંમર ભર યુહી, ઉઠેગી મેરી તરફ પ્યાર કી નજર યુહી,મે જાનતા હું કે તુ ગૈર હે મગર યુહી.”કવિએ પ્રેમની પરાકાષ્ટારૂપ જે કવિતા/ગીત જે પ્રેમિકા માટે લખ્યું હોય, એ પ્રેમિકાના લગ્ન બીજે થાય અને એની સુહાગરાતે એનો પતિ એને સુહાગરાત ગીફ્ટ રૂપે પ્રેમિકાના કવિ પ્રેમીની જ બુક ગીફ્ટ આપે અને પ્રેમિકા માટે લખાયેલ એ જ ગીત (કભી-કભી મેરે દિલમેં..) પતિ ગાવા માટે કહે અને એ ગાઈ… ત્યારે પ્રેમિકાની (પત્નિની) કેવી મનોદશા થાય? આ વાત યશજી જ વિચારી શકે કે બતાવી શકે!
અને ગીતમાં રાખીએ પણ એના મનોભાવ જબરદસ્ત વ્યક્ત કર્યા છે. યશ ચોપરાના મનમાં કભી કભી ફિલ્મની કાસ્ટ વખતે સૌથી પહેલા હિરોઇન પૂજાના પાત્રમાં રાખી ફિટ બેસી ગઈ હતી અને રાખી એ વખતે ગુલઝાર સાથે પરણી ગઈ હતી અને ગુલઝારે લગ્ન પછી રાખીને ફિલ્મમાં કામ કરવા મનાઈ કરેલી! ખુદ યશ ચોપરા ગુલઝારને મનાવી આવ્યા કે એમની ફિલ્મ ‘કભી કભી’ રાખી વગર અધૂરી છે, અને ગુલઝાર માની ગયા!
અને બીજી બ્યુટી એ છે કે એ ગીત પુરું થાય અને સવાર પડે અને રાખી નાહીને બહાર આવીને શશી કપૂરને ઉઠાડે છે એ સમયના એના એક્સ્પ્રેશન! દર્શકને એકદમ સાહજિક રીતે દર્શાવી દીધું કે રાખીએ એનો ભુતકાળ ભુલીને નવી જિંદગી અપનાવી લીધી.
યશજી ખરેખર રોમાન્સ બતાવવામાં ગ્રેટ હતા. એક સાથે બે પેઢીનો લવ ટ્રાયેન્ગલ આમા યશજી એ બતાવ્યો છે. ગીતો તો સુપર છે જ સાથે દરેક કલાકાર પાસે અભિનય તેમણે મસ્ત કરાવ્યો છે.. અમિતાભનો ધીર ગંભીર સામે છેડે શશી કપૂર મસ્ત મૌલા. પત્નીનો લગ્ન પહેલાનો પ્રેમ જાણવા છતાં ફુલ સપોર્ટ. જ્યારે બીજી બાજું અમિતાભ તેની પત્ની ની દિકરી ને અપનાવવા માટે ખચકાટ વાળો.. રિશી કપૂર તો કાંઈ કહેવા પણુ નથી. આટલો નેચરલ એક્ટર બીજો તેના લેવલનો ઈન્ડસ્ટ્રીમાં છે જ નહીં. નીતુ સિંહ, વહિદા રહેમાન,
રાખી, નસીમ, પરિક્ષિત સહાની, સિમી દરેક કલાકાર મસ્ત.. ખરેખર માઈલ સ્ટોન ફિલ્મ છે. એક વિશેષતા આ ફિલ્મની એ છે કે ફિલ્મ શરૂ થઈ ગયા પછી લગભગ પચાસ મિનિટ પછી ફિલ્મના ટાઈટલ પડે છે ! આ ફિલ્મના ટાઇટલ સાથે રાખીની શાદી શશી કપૂર જોડે થઈ રહી હોય છે અને એ શાદીમાં રાખીના બાજુમાં બેઠેલા એનું ક્ધયાદાન કરનાર વડીલ પરદા પર અમિતાભ બચ્ચનના પિતા કવિ શ્રી હરિવંશરાય બચ્ચન હોય છે અને એમની સાથે એમના પત્ની તેજી બચ્ચન પણ છે. આ શાદીમાં સામેલ થનાર બધા જ પરદા પરના પાત્રો એકબીજાના પરિવારના જ હતા, એમાં અમિતાભનો ભાઈ અજીતાભ પણ સામેલ છે !
પામેલા ચોપરાની બહેતરીન સ્ટોરી અને સાગર સરહદીના શ્રેષ્ઠ સંવાદો અને પટકથા ખય્યામનું સુપર્બ સંગીત અને સાહિરના સુપર સે ઉપર ગીતો, આલાગ્રાન્ડ સ્ટારકાસ્ટ. ચોપરાજીની ખૂબી એ હતી કે તેઓ સ્ટારકાસ્ટ અને સંગીતમાં કોઈ સમાધાનો ક્યારેય નહોતા કરતા. તો પણ અમિતાભ બચ્ચનની ‘ઝંજીર’, ‘દિવાર’, ‘શોલે’ પછી આવી રોમેન્ટિક શાંત ફિલ્મમાં અમિતાભની હાજરી દર્શકો નહીં સ્વીકારે એવું અમુક ફિલ્મ પંડિતો માનતા હતા પણ એ બધા ખોટા પડ્યા અને યશજી સાચા પુરવાર થયા.
ફક્ત યુવા લવ સ્ટોરી તો અનેક આવી ગઈ અને આવશે પણ એક નિષ્ફળ પ્રેમકહાની અને સુખદ અંત! રેર ઓફ ધ રેર સ્ટોરી અને કલાકારોનો બહેતરીન અભિનય એક ફિલ્મને કેટલી ઊંચાઈ આપી શકે એ જોવા, સમજવા પણ આ ફિલ્મ જોઈ લેવી જોઈએ.
“તેરે ચહેરે સે નજર નહીં હટતી, નજારે હમ ક્યાં દેખે!, પ્યાર કર લિયા તો ક્યાં પ્યાર હે ખતા નહિ, તેરી મેરી ઉમર મે કિસને યે કિયા નહિ!, મેરે ઘર આયી એક નનહી પરી, મે પલ દો પલ કા શાયર અને ટાઇટલ ગીત કભી કભી લતાજી અને મુકેશજીના અવાજમાં!
જૂની હિન્દી ફિલ્મોના ચાહકો આજે પણ કોઈ ફિલ્મ જોઈને અથવા એ ફિલ્મનું ફક્ત નામ જ સાંભળીને પોતાના સપનામાં સરી જતા હોય એવું દરેક હિન્દી ફિલ્મો સાથે ફિલ્મ રસિકોનું જોડાણ હોય છે, પણ કભી કભી ફિલ્મ એક પરદા પરની અદ્ભૂત કવિતા છે.
ફક્ત આ ફિલ્મનું ટાઇટલ “કભી કભી અનેક ગૂઢ અર્થો ધરાવતું ટાઇટલ છે અને એ ટાઈટલને સાર્થક કરતી આ ફિલ્મ ફક્ત ફિલ્મ નથી પણ શુદ્ધ સાહિત્યિક એક અફલાતૂન કૃતિ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.