મુંબઇમાં થયા સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર, વેપારી વર્ગ શોકાતુર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના આજે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વરલી ખાતે આવેલા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જેજે હૉસ્પિટલમાંથી સાયરસ મિસ્ત્રીના નશ્વર દેહને સફેદ ફૂલોથી શણગારી વરલી સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ દર્શન માટે સવારથી મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકોની ભીડ ઉમટી હતી.

પારસી સમુદાયના સભ્યો, વેપારી વર્ગ, રાજકારણીઓ અને નેતાઓ તેમના અગ્નિસંસ્કારમાં સામેલ થયા હતા. સાયરસ મિસ્ત્રીના મોટાભાઇ શાપુર મિસ્ત્રી, સસરા અને વરિષ્ઠ વકીલ ઇકબાલ ચાગલા, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અજીત ગુલાબચંદ, એનસીપીના સાસંદ સુપ્રિયા સુળે સ્મશાનગૃહમાં હાજર રહ્યા હતા. એચડીએફસીના ચેરમેન દીપક પારેખે પણ વરલી સ્મશાનગૃહ ખાતે સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

સાયરસ મિસ્ત્રી (54)એ 2012-16 સુધી ટાટા સન્સનું નેતૃત્વ કર્યું હતું. રવિવારે બપોર પાલઘર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. સાયરસ મિસ્ત્રી ગુજરાતના ઉદવાડાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.