Homeપુરુષસાઈકલિંગ કરતા સમયે યાદ રાખો આ ટિપ્સ

સાઈકલિંગ કરતા સમયે યાદ રાખો આ ટિપ્સ

વર્ક આઉટ – પ્રથમેશ મહેતા

આપણે નાનપણમાં ઘણી પ્રવૃત્તિઓ કરતા અને રમતો પણ રમતા. આમાંની એક સાઈકલિંગ પણ છે. સાઈકલિંગ એક મજાની ગેમ છે. સાઈકલ ચલાવવાનું ઘણું લાભદાયક છે. જેમ કે તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. વજન નિયંત્રણમાં જ રહે છે, ટાઈપ ટુ ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે, મસલ્સ મજબૂત રહે છે, લોઅર બોડી ટોન થાય છે વગેરે, ઘણા બોલીવૂડ સ્ટાર પણ સાઈકલના શોખીન છે. ઘણીવાર સલમાન ખાન સાઈકલ ચલાવતો જોવા મળે તો ક્યારેક રણબીર કપૂર પણ સાઈકલ ચલાવતો જોવા મળે છે. કોરોનાકાળમાં ઘણા લોકો જીમ જવાના ખતરાથી બચવા માગતા હતા અને તેથી તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું. તો બીજી બાજુ ઘણા લોકો ફિઝિકલ ફિટનેસ માટે સાઈકલિંગની મજા લઈ રહ્યા છે. લોકો મોંઘી સાઈકલ ખરીદી રહ્યા છે, પરંતુ મોંઘી સાઈકલ ખરીદવા કરતા જરૂરી છે કે લક્ષ્ય નક્કી કરી તે પ્રમાણે સાઈકલ ખરીદવામાં આવે. જો તમે મોંઘી સાઈકલ ખરીદો અને તે તમારા લક્ષ્યથી વિપરીત સાબિત થઈ તો સાઈકલ ખરીદવાનો કોઈ અર્થ સરતો નથી. આ સાથે લક્ષ્ય એવું નક્કી કરો જે તમારાથી શક્ય હોય. પહેલા જ દિવસે દસ કિમી. સાઈકલ ચલાવવાનું લક્ષ્ય રાખશો તો થાકી જશો અને નિરાશ થશો. નાના-નાના ટ્રેનિંગ સેશન મોટા સેશનની તુલનામાં વધારે પ્રભાવી સાબિત થાય છે.
સમય:૧૮થી ૬૪ વર્ષના લોકોને ફિટ રહેવા માટે દરેક અઠવાડિયે મીડિયમ ઈન્ટેસિટીથી બેથી અઢી કલાક કસરત કરવી જોઈએ. પણ જો તમે સાઈકલિંગ કરો છો તો રોજ ઓછામાં ઓછી ૩૦થી ૪૫ મિનિટ કરવી જોઈએ. જો તમારું લક્ષ્ય ફિટ રહેવાનું છે તો દરેક અઠવાડિયે ત્રણ વાર સાઈકલિંગ જરૂર કરે. સમયની સાથે સાઈકલિંગની દૂરી અને સાઈકલિંગના સમયને પણ ઓછો કે વધુ કરવો જોઈએ.
પોતાની તાકાત બચાવો: જ્યારે સાઈકલિંગની શરૂઆત કરીએ છીએ, તો અમુક સમય સુધી પગમાં સોરનેસ રહેતી નથી, પરંતુ જેવી રીતે દૂરી વધતી જાય છે તેમ તેમ પગમાં ભારેપણું જણાય છે. આથી સાદા-સપાટ રોડ પર સાઈકલિંગ કરવામાં આવે. આનાથી તમે જલદીથી નહીં થાકો અને તાકાત જાળવી લાંબી મજલ કાપી શકશો.
તમારી પસંદગીની જગ્યા શોધો:કોઈને પહાડો પર ફરવાનું મન થાય તો કોઈને માર્કેટ અથવા મોલ્સ. હવે વિચારો જે પહાડોમાં જવાનું પસંદ કરશે તેને મોલ્સમાં કેવી રીતે ગમશે અને જે મોલ્સમાં જાય તેને પહાડોમાં નહીં ગમે. જો તમે સાઈકલિગ કરવાનો વધારે ફાયદો લેવા માગતા હોય તો તમારી પસંદગીની જગ્યા પર ફરો. આમ કરવાથી વધારે ફાયદો જણાશે.
ડાયેટ આવી રાખો: સાઈકલિંગ બાદ મસલ્સને રિકવરીની જરૂરત હોય. સાઈકલ ચલાવ્યા પછી પગ થાકી જતા હોય છે. જે મસલ્સના ઉપયોગને લીધે થાય. જો તમે ટ્રેનિંગ પછી યોગ્ય ડાયેટ લો તો મસલ્સને ફાયદો થાય છે. ઉ

RELATED ARTICLES

Most Popular