Homeઆમચી મુંબઈ૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૨માં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ૬૩ ટકાનો વધારો: પોલીસ

૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૨માં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ૬૩ ટકાનો વધારો: પોલીસ

મુંબઈ: નોકરી, ભેટ અને વીજળીના બિલની ચુકવણીના બહાને ઓનલાઈન છેતરપિંડી સહિત સાઈબર ગુનાઓની નોંધણી વર્ષ ૨૦૨૧માં ૨૮૮૩ના કેસની સરખામણીમાં ૨૦૨૨માં ૬૩.૭ ટકા વધીને ૪૭૧૮ થઇ છે.
૨૦૧૯માં કોવિડ પહેલાંના સમયગાળા દરમિયાન નોંધાયેલા ૨૨૨૫ કેસની સરખામણીમાં ૨૦૨૨માં સાઈબર ક્રાઈમના કેસોમાં ૧૧૨ ટકાનો વધારો થયો છે. જ્યાં સુધી ૨૦૧૯-૨૦૨૨ સમયગાળા માટે તપાસનો સંબંધ છે ત્યાં સુધી ૧૨૨૬૧ નોંધાયેલા કેસોમાંથી ૨૦૨૨માં ૩૪૬ સહિત ૧૨૯૨ કેસ ઉકેલાયા હતા, એવું પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
કોવિડ રોગચાળા બાદ કસ્ટમ્સ, ગિફ્ટ, ખરીદી, નોકરી જેવા ઓનલાઈન ફ્રોડના ૨૧૭૦ કેસ નોંધાયા હતા. ૨૦૨૧માં આવા ૧૧૫૪ કેસ નોંધાયા હતા અને ૧૪૦ કેસ ઉકેલાયા હતા, એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
બનાવટી સોશિયલ મીડિયા અને મોર્ફિંગ ઈ-મેઈલ્સ અથવા એસએમએસ જેવા કેસો ૨૦૨૧માં ૧૧૮ની સરખામણીમાં ૨૦૨૨માં વધીને ૪૦૦ પર પહોંચ્યા હતા. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ છેતરપિંડીમાં ૨૦૨૧માં ૧૦૭૫ કેસ હતા જે ૨૦૨૨માં વધીને ૧૩૧૮ કેસ નોંધાયા હતા. અન્ય સાઈબર ગુનાઓમાં વીજબિલની છેતરપિંડીથી લઇને હેકિંગ, પોર્નોગ્રાફી અને ડેટા ચોરીના કેસનો સમાવેશ થતો હતો.
(પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular