નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ દેશ પર થયો હતો સાઇબર એટેક, 2000 વેબસાઇટ થઇ હતી હેક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવુ છે કે આ વિવાદ વધ્યા બાદ ઇન્ડોનેશિયા અને મલેશિયાના હેકર્સે દુનિયાના અન્ય હેકર્સને સાથે આવવાની અપીલ કરી હતી. એ પછી ભારત વિરુદ્ધ સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. આ હેકર્સના સમૂહ દ્વારા 2,000થી વધુ વેબસાઇટને હેક કરવામાં આવી હતી.
હેક કરવામાં આવેલી વેબસાઇટમાં પ્રાઇવેટ ભારતીય વેબસાઇટોની સાથે ભારત સરકારની અનેક વેબસાઇટો સામેલ છે. હેકર્સે નૂપુર શર્માના ઘર અને પર્સનલ ડિટેલ પણ ઓનલાઇન નાખી હતી. આ અંગે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મલેશિયા અને ઇન્ડોનેશિયાની સરકારને પત્ર પણ લખ્યો છે. નોંધનીય છે કે નૂપુર શર્માના નિવેદનને લઇને ઇસ્લામિક દેશોઓ વાંધો ઉઠાવ્યો હતો. એ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.