ગુજરાતની દીકરીએ રંગ રાખ્યો! CWG 2022માં ભારતને વધુ એક મેડલ પાક્કો

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

કોમન વેલ્થ ગેમ્સમાં ગુજરાતની દીકરી ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ઈંગ્લેન્ડની શ્યુ બેઈલીને હરાવીને ફાઈનમાં જગ્યા બનાવી લીધી છે અને ભારત માટે એક મેડલ પાક્કો કરી નાંખ્યો છે.
પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે મહિલા સિંગલ્સ વર્ગ 3-5 ઇવેન્ટની ફાઇનલમાં પહોંચીને CWG 2022માં ભારતને વધુ એક મેડલની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, ભાવિનાએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે પેરાલિમ્પિક ઈતિહાસમાં પેરા ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.