CWG 2022: ભારતનું શાનદાર પ્રદર્શન જારી…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું સારું પ્રદર્શન ચાલુ છે. હવે મેરઠની પ્રિયંકા ગોસ્વામીએ ભારતને વધુ એક સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રિયંકા ગોસ્વામીએ 10 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તેણે વોકમાં આ મેડલ જીત્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતના કુસ્તીમાં આજે ઘણા મેડલ નિશ્ચિત છે. ભારતના કુસ્તીબાજ નવીન ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય કુસ્તીબાજે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના ચાર્લી બોલિંગને 12-1થી હરાવ્યો હતો. આ રીતે નવીને ભારત માટે વધુ 1 મેડલ સુનિશ્ચિત કર્યો છે.આ ઉપરાંત રવિ કુમારે દહિયાએ પુરુષોની 57 કિગ્રા વજન વર્ગમાં પોતાની મેચ જીતી લીધી છે. તેઓએ ન્યુઝીલેન્ડના સૂરજને 10-0થી હરાવ્યો હતો. આ જીત સાથે તેમણે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

ભારતનો શરથ કમલ ટેબલ ટેનિસના મેન્સ સિંગલ્સના સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે સિંગાપોરના આઈજૈકને 4-0થી પરાજય આપ્યો હતો. શરથે આ મેચ 11-6, 11-7, 11-4, 11-7થી જીતી લીધો હતો.


બોક્સિંગમાં મેન્સમાં અમિત પંઘાલે 51 કિગ્રા કેટેગરીમાં ઝામ્બિયાના પેટ્રિક ચિનેયમ્બાને 5-0થા હરાવ્યો હતો. આ સાથે જ તેણે ફાઈનલમાં સ્થાન મેળવી લઈને ભારત માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો હતો. તો નીતૂએ બોક્સિંગની વિમેન્સમાં 48 કિગ્રા વેટ કેટેગરીમાં કેનેડાની પ્રિયંકા ઢિલ્લોનને સેમિફાઈનલમાં 5-0થી પરાજય આપ્યો હતો.

India At Commonwealth Games 2022: Boxers Amit Panghal, Mohammad Hussamudin Enter Quarter-finals   
પૂજા સિહાગને મહિલાઓની 76 કિગ્રા વજન વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે.

એવી જ રીતે ભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોત મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં કેનેડાની મેડિસન પાર્ક્સ સામે હારી ગઈ હતી. તે પણ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.