CWG 2022: પાંચમા દિવસે ભારતને મળ્યા ચાર મેડલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022ના પાંચ દિવસમાં અત્યાર સુધીમાં ભારતના ભાગે કુલ 13 મેડલ આવ્યા છે. ભારતના હિસ્સામાં  5 ગોલ્ડ મેડલ  આવ્યા છે. આ 5 ગોલ્ડ મેડલની સાથે ભારતીય ખેલાડીઓએ 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. કુલ 13 મેડલ સાથે ભારત હાલમાં કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેડલ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતના ખાતામાં ચાર મેડલ આવ્યા હતા.
ભારતીય ટીમે લૉન બૉલની મહિલાઓની ચાર ઇવેન્ટમાં પ્રથમ વખત ગોલ્ડ જીત્યો હતો. લવલી ચૌબે, પિંકી, નયનમોની સાયકિયા, રૂપા રાનીએ ભારતને આ મેડલ અપાવ્યો હતો. ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેન્સ ટેબલ ટેનિસ ટીમની ફાઈનલ મેચમાં ભારતે સિંગાપોરને 3-1થી હરાવી ગોલ્ડ જીત્યો હતો. શરદ કમલ, જી સાથિયાન અને હરમીત દેસાઈની ત્રિપુટીએ ભારતને આ ગોલ્ડ અપાવ્યો હતો.
વેઈટલિફ્ટર વિકાસ ઠાકુરે પુરુષોની 96 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર જીત્યો હતો. વિકાસે સ્નેચમાં 155 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 191 કિલો વજન ઉપાડ્યું. કુલ 346 કિલો વજન સાથે તેઓ બીજા ક્રમે રહ્યા હતા.
ભારત બેડમિન્ટનની મિક્સ ડબલ્સ ઈવેન્ટની ફાઇનલમાં મલેશિયા સામે 1-3થી હારી ગયું અને તેને સિલ્વરથી જ સંતોષ માનવો પડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.