બર્મિંગહામમાં ચાલી રહેલી 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને જુડોમાં બે મેડલ મળ્યા છે. સુવર્ણપદકનીની દાવેદાર ગણાતી સુશીલા દેવી ફાઇનલમાં હારી ગઈ હતી અને તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારતના વિજયે 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એ ઉપરાંત વેઇટલિફ્ટંગમાં હરજિંદર કૌરે 71 કિગ્રા વર્ગમાં કુલ 212 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના કુલ મેડલની સંખ્યા હવે 9 થઇ છે, જેમાં 3 સુવર્ણપદક, 3 રજતપદક અને 3 કાંસ્યપદકનો સમાવેશ થાય છે.