સુરતમાં રહેતી ગૃહિણી મહિલાને કસ્ટમ વિભાગે પાઠવી સાડા ચાર કરોડ રૂપિયાની નોટિસ, ડોક્યુમેન્ટને આધારે કૌભાંડ થયા આશંકા

આપણું ગુજરાત

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતી રહેતી ગૃહિણીને મુંબઇ કસ્મટ વિભાગે સાડા ચાર કરોડ રૂપિયાની નોટિસો પાઠવતા મહિલા ચોંકી ઉઠી હતી છે. ગૃહિણી કામ કરતી મહિલાની વેપાર પ્રવૃતિ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા એક સાડા ત્રણ કરોડ રૂપિયા અને બીજી એક કરોડ રૂપિયા ડયૂટી ડ્રો બેકની નોટીસ પાઠવી હતી.
કસ્ટમ વિભાગે જેને નોટિસ મોકલી તે મહિલાને સમગ્ર મામલાથી અજાણ છે તેમણે કસ્ટમ ઓફીસ ક્યાં આવી એ પણ નથી ખબર. આ મહિલાના સંબંધીઓએ જણાવ્યા પ્રમાણે મહિલાએ તેના એક નજીકના સંબંધીને કેટલાંક ડોક્યુમેન્ટ આપ્યા હતા આ ડોક્યુમેન્ટના આધારે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ આ કોભાંડ વર્ષ ૨૦૧૪-૨૦૧૮ દરમિયાન નાવાસોવા પોર્ટ, મુંબઇ ખાતેથી આચરવામાં આવ્યુ છે. મહિલાના ડોક્યુમેન્ટસને આધારે એક નકલી પેઢી ચોકબજાર જુમ્મા મસ્જિદની ગલી પાછળ ખોલવામાં આવી હતી અને સરકારની ડયૂટી ડ્રો બેક યોજોનાનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ અમુક ટાર્ગેટેડ નિકાસ થયા બાદ સરકાર ડયૂટી ડ્રો બેકનો લાભ આપતી હોય છે.
મુંબઇ કસ્ટમના રિકવરી સેલ દ્વારા મહિલાને ૨ નોટિસ આપી છે તેનો જવાબ ૧૫ દિવસમાં આપવાનું કહેવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.