યુપીના પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાની જ સરકાર સામે બળવાખોર અવાજ ઉઠાવતા રહે છે. આ જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વરુણ ગાંધી ટૂંક સમયમાં બીજેપી છોડીને કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે. હાલમાં જ તેમણે હિંદુ-મુસ્લિમને લગતું નિવેદન આપ્યું છે. અગાઉ તેઓ ખેડૂત આંદોલન દરમિયાન ભાજપની વિરુદ્ધમાં ખુલ્લેઆમ બોલ્યા હતા.
હાલના દિવસોમાં એવી ચર્ચા છે કે ભાજપના સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. આ સંદર્ભે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીને પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેનો સીધો જવાબ આપવાને બદલે તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
શનિવારે વરુણ ગાંધી સાથે જોડાયેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વરુણ ગાંધી પાર્ટીમાં સામેલ થશે કે નહીં તે સવાલ ખડગેજીને પૂછવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં તેમનું અથવા દરેકનું સ્વાગત છે, પરંતુ તેઓ ભાજપમાં છે. તેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. વરુણ હાલમાં ભાજપમાં છે અને પીલીભીતથી લોકસભાના સાંસદ છે. વરુણ ગાંધી અનેક મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ વરુણ ગાંધીનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ન તો હું કોંગ્રેસની વિરુદ્ધ છું અને ન તો પંડિત નેહરુની વિરુદ્ધમાં. આપણા દેશનું રાજકારણ દેશને જોડવાનું હોવું જોઈએ, આંતરવિગ્રહનું રાજકારણ નહીં. અમારે લોકોને દબાવી દે તેવી રાજનીતિ કરવાની નથી, પરંતુ આપણે એવી રાજનીતિ કરવાની છે જે લોકોનો વિકાસ આપે. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અત્યારે માત્ર હિન્દુ-મુસ્લિમ અને જાતિનું રાજકારણ થઇ રહ્યું છે. ભાઈઓમાં ભાગલા પાડવાની અને ભાઈઓને મારી નાખવાની વાત છે. અમે આ રાજનીતિ નહીં થવા દઈએ.
શું ભાજપ સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે?
RELATED ARTICLES