ભ્રષ્ટાચારી એન્જિનિયરના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા

દેશ વિદેશ

પટના: બિહારના બાંધકામ વિભાગમાં કાર્યરત સંજયકુમાર નામના એક એન્જિનયરના કિસનગંજ અને પટનામાં આવેલાં સ્થળો પર શનિવારે વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા.
તેમના ઘરમાંથી લગભગ પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત ગરેણાં અને અન્ય કિંમતી સામન પણ મોટી માત્રામાં મળી આવે એવી શક્યતા છે.
જ્યારે ટીમ દરોડા પાડવા કિસનગંજ પહોંચી ત્યારે ખબર પડી કે આ એન્જિનિયર સાંચના પૈસા પોતાના જુનિયર અને કેશિયર પાસે રાખે છે. ત્યાર બાદ વિજિલન્સ ટીમે તમામ લોકોનાં ઘરે દરોડા પાડ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.