Homeઆપણું ગુજરાતસરકારી અધિકારી સાથે મિલીભગત કરી કરોડોનું કૌભાંડ: સીબીઆઇ પકડી પાડયુ

સરકારી અધિકારી સાથે મિલીભગત કરી કરોડોનું કૌભાંડ: સીબીઆઇ પકડી પાડયુ

કચ્છના બંદરીય મુંદરા નગરમાં આવેલા મુંદરામાં સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશનના ચાર અધિકારીઓએ એક સીએફએસ ટર્મિનલના સંચાલનનો કોન્ટ્રાક્ટ મેળવનાર ખાનગી કંપની સાથે મિલિભગત કરીને રૂ. ૨૮.૬૮ કરોડ કથિત ઉચાપત કરી હોવાનો કેન્દ્રની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ઘટસ્ફોટ કરતાં ભારે ચકચાર પ્રસરી છે. આ પ્રકરણ અંગે મળી રહેલી સત્તાવાર માહિતી પ્રમાણે નવી મુંબઈના બેલાપુરની એક લિમિટેડ કંપનીને ગત ડિસેમ્બર ૨૦૧૯માં મુંદરામાં CWC ( સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન) હસ્તકના કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનના મેઈન્ટેનન્સ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કંપનીએ સીએફએસમાં આવતાં-જતાં કન્ટેઈનર્સની નોંધણી કરી વપરાશકર્તાઓ પાસેથી ચાર્જ વસૂલવાનો રહેતો હતો. આ નાણાં કેન્દ્ર સરકાર હસ્તકના બેન્ક ખાતામાં જમા કરાવવાના હતા. સીબીઆઈની તપાસમાં એવું બહાર આવ્યું છે કે ઉપરોક્ત કંપનીએ ૦૧-૦૧-૨૦૨૦થી ૧૯-૦૨-૨૦૨૦ના દોઢ માસના ટૂંકા ગાળા દરમિયાન તમામ બીલ સીડબલ્યૂસીના નામે બનાવ્યાં હતા પરંતુ ૨૦-૦૨-૨૦૨૦થી જૂલાઈ ૨૦૨૨ના અઢી વર્ષના ગાળા દરમિયાન તમામ બીલ કંપનીના નામે બન્યાં હતા.

આ બીલને સીએફએસના મેનેજરે ચકાસીને પ્રમાણિત કર્યાં હતા. આ રીતે અઢી વર્ષના ગાળા દરમિયાન ૨૪.૪૬ કરોડની આવક અને ૪.૨૨ કરોડનો જીએસટી મળી ૨૮.૬૮ કરોડ રૂપિયા જેવી જંગી રકમ સરકારી તિજોરીના બદલે ખાનગી પેઢીના ખાતામાં જમા થઈ હતી.

થોડાં દિવસો અગાઉ સીબીઆઈએ આ મામલે પ્રાથમિક તપાસ કર્યાં બાદ ૧૬ માર્ચે ગાંધીનગર ખાતે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. કૌભાંડ અંગે સીબીઆઈએ કંપનીના એમ.ડી સહિત ૬ અધિકારી સામે કાવતરું રચીને ગુનાહિત વિશ્વાસઘાત, ઠગાઈ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં સ્પીડી મલ્ટિમોડ્સ લિમિટેડના એમડી આશિષ ચંદાના, સિનિયર મેનેજર (એચ.આર. એડમિન) દીપક ભૌમિક, CWCના મેનેજર અને અધિકારીઓ રોહિત ઉપાધ્યાય, બી.બી. ચૌધરી, પૉલ ઈગ્નાશિયસ, એકાઉન્ટન્ટ ગોપાલ દેવીકરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -