ફીફા વર્લ્ડકપ 2022માંથી પોર્ટુગલની ટીમ બહાર થઈ ગઈ છે. મોરોક્કોએ ક્વોટર ફાઈનલમાં પોર્ટુગલને હરાવીને તેનું વર્લ્ડકપ જીતવાનું સપનું ચરનાચૂર કરી નાંખ્યું હતું. સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાસ્ડોનો આ છેલ્લો વર્લ્ડકપ હતો અને આ ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. મહત્ત્વની વાત એ છે કે છેલ્લી બે મેચમાં રોનાલ્ડો સ્ટાર્ટિંગ 11નો હિસ્સો નહોતો. વર્લ્ડકપથી બહાર થયા બાદ ચાહકો નિરાશ થયા છે ત્યારે રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગેજે પોર્ટુગલના ટીમ મેનેજર Fernando Santos પર ગુસ્સો કાઢ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં લખ્યું હતું કે આજે તમારા કોચ અને દોસ્તે ખોટો નિર્ણય લીધો. એ દોસ્ત જેના પર તમે ભરોસો કર્યો અને સન્માન આપ્યું. દુનિયાના સૌથી સારો પ્લેયરને આ રીતે હલ્કામાં લેવામાં આવે છે. આજે અમે હાર્યા નથી પરંતુ શીખ્યા છીએ.