Homeટોપ ન્યૂઝજોશીમઠમાં સંકટઃ PM મોદીએ મુખ્ય પ્રધાન સાથે કરી વાત

જોશીમઠમાં સંકટઃ PM મોદીએ મુખ્ય પ્રધાન સાથે કરી વાત

કેન્દ્ર સરકારે શક્ય એટલી મદદ કરવાની આપી હૈયાધારણ

દેવભૂમિ ઉતરાખંડના જોશીમઠ ખાતે રહેવાસી વિસ્તારોના ઘરો, દુકાનો અને રસ્તાઓ પર તિરાડ પડવાનું સંકટ વકરી રહ્યું છે ત્યારે તેના મુદ્દે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ મુદ્દે ધામીએ હ્યું હતું કે જોશીમઠની હાલની પરિસ્થિતિ અને લોકોના પુનર્વસન-સુરક્ષા માટે જરુરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
ધામીએ કહ્યું હતું કે જોશીમઠની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોશીમઠને બચાવવા માટે તમામ પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
જોશીમઠમાં કુદરતી સંકટને પહોંચી વળવા માટે સરકારે કામગીરી હાથ ધરી છે તેની સાથે સરકારે સર્વેક્ષણ ચાલુ કરી દીધો છે, જ્યાં જ્યાં ઘરોમાં તિરાડ પડી છે અથવા તિરાડ પડી શકે છે એવા ઘરોમાં Red Cross નિશાન કરવાનું ચાલુ કરી દીધું છે. જિલ્લા પ્રશાસન અને એસડીઆરએફની ટીમ દ્વારા જોખમી ઘરોની ઓળખ કરવાનું ચાલુ કર્યું છે, જેમાં લાલ ચોકડી મૂકીને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીંયા લગભગ 603 ઘરમાં તિરાડો પડી છે, જેમાં 100થી વધુ ઘર પર તૂટી પડવાનું જોખમ છે.
ચમોલી જિલ્લાના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસી પડવાના સંકટ અને અનેક વિસ્તારના ઘરો, રસ્તાઓ, સરકારી આવાસોમાં તિરાડો પડવાના સંકટ મુદ્દે રવિવારે ઉચ્ચ અધિકારીના આગેવાની હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી અહેવાલ અનુસાર વડા પ્રધાનના મુખ્ય સચિવ પી. કે. મિક્ષા, કેબિનેટ સચિવ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સભ્યોની ઉપસ્થિતિમાં રવિવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તરાખંડના તમામ સરકારી અધિકારીઓએ પણ ઓનલાઈનના માધ્યમથી આ બેઠકમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular