ગુજરાત ક્રિકેટ ટીમનો સ્કીપર પ્રિયાંક પંચાલે મિત્ર કલના સાથે કરી સગાઈ

85

ગુજરાત ક્રિકેટ ટીમનો ખેલાડી પ્રિયાંક પંચાલ મિત્ર કલના શુક્લા સાથે સગાઈના બંધને બંધાયો છે. બન્નેએ પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં સગઈ કરી હતી. કલના સ્પોર્ટ મનોચિકિત્સક છે અને અમદાવાદમાં રહે છે. અમદાવાદમાં જ જન્મેલા પ્રિયાંકે આ સંબંધ વિશે જણાવ્યું હતું કે વર્ષ 2023ની આનાથી સારી શરૂઆત અમે કરી શકીએ નહીં. અમે થોડા સમયથી એકબીજાને જાણતા હતા.

અમારા પરિવારજનો અમારાથી બહુ ખુશ છે. મને આશા છે કે અમે સાથે રહીને અમારા સપનાઓને સાકાર કરીશું. કલના વિશે પ્રિયાંકે જણાવ્યું હતું કે તે તેના કામને લઈને ખૂબ જ નિષ્ઠાવાન છે. તેને મળ્યા બાદ હું ખેલાડી તરીકે ઘણા માનસિક અવરોધોથી બચ્યો છું.
જોકે બન્નેએ પોતાના લગ્નની તારીખ વિશે કંઈ કહ્યું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!