ક્રિકેટ: ભારતીય મહિલાઓ ફાઇનલમાં

દેશ વિદેશ

શાનદાર શોટ: ભારતની સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડ સામે રમાયેલ સેમિફાઇનલમાં શાનદાર ફટકાબાજી કરીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બર્મિંગહામ: ભારતની મહિલા ક્રિકેટ ટીમે યજમાન ઇંગ્લેન્ડને ચાર રનથી હરાવીને રાષ્ટ્રકુળ રમતોત્સવની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ રસાકસીભરી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં વીસ ઑવરમાં પાંચ વિકેટના ભોગે ૧૬૪ રન બનાવ્યા હતા. જેમાં સ્મૃતિ મંધાનાએ ૩૨ બૉલમાં ૬૧ રનનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો. મંધાનાએ આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતા, જ્યારે જેમિમા રોડ્રિગ્સે સાત ચોગ્ગા સાથે ઉપયોગી ૪૪ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ફ્રેયા કેમ્પે બાવીસ રન આપીને બે વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડે જવાબમાં ૨૦ ઑવરમાં ૬ વિકેટના ભોગે માત્ર ૧૬૦ રન બનાવ્યા હતા. નેટાલી શિવરે ૪૧ રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ સ્નેહા રાણાએ ૨૮ રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે અંતિમ ઓવરોમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓને બાંધી રાખતા તેઓ ચાર રન માટે ફાઇનલ પ્રવેશ ચૂકી ગયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.