ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી ૨૦૨૩ થાણે: હોમ એન્ડ હોમ ફાઇનાન્સ એક્સ્પો એટલે સપનાનું ઘર લેવાનું ઉત્તમ સ્થળ: જિતેન્દ્ર મહેતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કહેવાય છે કે મુંબઈ શહેરમાં રોટલો મળી જાય પરંતુ ઓટલો નથી મળતો, આવું જ કંઈક થાણે માટે પણ છે, પરંતુ ક્રેડાઈ-એમસીએચઆઈએ આ ઉક્તિને ખોટી પાડવાની દિશામાં સતત કાર્યરત છે. મુંબઈથી નજીક આવેલા થાણે શહેરમાં હવે વિકાસની નવી તકો નિર્માણ થઈ છે. થાણે ધીમે ધીમે પોતાની આગવી ઓળખ ઊભું કરી રહ્યું છે. મોટાં પહોળાં રસ્તા, આયોજનબદ્ધ બાંધકામ, ઉત્તમ પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, રેલ તેમ જ રોડ માર્ગે કનેક્ટીવીટી, મેટ્રો તેમ જ બીજી અત્યાધુનિક સગવડો સાથે થાણે મુંબઈની સમકક્ષ આવીને ઊભું રહ્યું છે. થાણેમાં આગામી ૩જી ફેબ્રુઆરીથી હોમ એન્ડ પ્રોપર્ટી એક્સો યોજાઈ રહ્યો છે ત્યારે એમસીએચઆઈના પ્રમુખ જીતેન્દ્ર મહેતા જણાવે છે કે થાણે પોતાના સપનાનું ઘર શોધતા લોકો માટે આ એક ખાસ અવસર છે, ગત વર્ષના એક્સ્પો બાદ અમે કરાવેલા સર્વેમાં એવું જાણવા મળ્યું કે થાણેમાં મોટા પ્રમાણમાં મકાનની જરૂરિયાત છે અને લોકો આ વિસ્તારમાં પોતાના સપનાનું ઘર શોધી રહ્યા છે. આ સર્વે બાદ તરત જ અમે ક્રેડાઈ-એમસીએચઆઈ દ્વારા થાણેમાં એક પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરવાનું નક્કી કર્યું જેમાં એક જ છત હેઠળ મકાન, હોમ લોન, ફાયનાન્સ, ઈન્વેસ્ટમેન્ટ જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવે અને મહત્તમ લોકોને આનો ફાયદો થઈ શકે.
વધુમાં જિતેન્દ્ર મહેતા જણાવે છે કે આ વખતે આ આયોજન સાવ જ નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઈ શકે વળી આનંદ સિનેમા, મોડેલા મિલ કમ્પાઉન્ડ, મુલુંડ ચેકનાકા, થાણે પૂર્વથી આયોજન સ્થળ સુધી બસ સેવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જેથી સહેલાઈથી લોકો આ એક્સ્પોનો લાભ લઈ શકે.એમસીએચઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અજય આશર પણ આ અંગે જણાવે છે કે થાણે શહેરનો વિકાસ ખુબ જ આયોજનબદ્ધરીતે થયો છે, આ વિસ્તારમાં રહેણાંક સંકુલો, બિઝનેસ પાર્ક, દુકાનો તેમ જ વર્ક સ્ટેશનની વહેંચણી જરૂરિયાત મુજબ અને શહેરની માગ પ્રમાણે ઊભી કરાઈ છે.
આ શહેરની અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ સૌથી મોટું જમાપાસું છે જેને કારણે સમગ્ર થાણે શહેર એકબીજા વિસ્તારો સાથે જોડાયેલું છે. એક સાંસ્કૃતિક શહેરની ઓળખ ધરાવતું થાણે હવે શૈક્ષણિક, હેલ્થ તેમ જ રમતગમત અને સામાજિક એક્ટિવિટનું હબ બનતું જાય છે. કોરોનાકાળ બાદ ઘર ખરીદનારાઓના એપ્રોચમાં એક પ્રકારનો બદલાવ આવ્યો છે અને થાણે આ બદલાવનું સાક્ષી છે, આ બદલાવ પ્રમાણે જ થાણેમાં મકાન ડેવલપ થઈ રહ્યા છે. ઉ