(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રેડાઈ એમસીએચઆઈ (થાણે) દ્વારા ચાર દિવસના આયોજિત પ્રોપર્ટી એક્સ્પો (૨૦૨૩)ના રવિવારે ત્રીજો દિવસ હતો, જેમાં સવારથી લઈને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે એક્સ્પોની મુલાકાત લીધી હતી, એમ ક્રેડાઈ એમસીએચઆઈના અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રિયલ એસ્ટેટ હાઉસિંગ ફાઈનાન્સ એક્સ્પોનો ૨૦મા વર્ષનો પ્રવેશ છે, પરંતુ ત્રણ દિવસમાં થાણેવાસીઓ જ નહીં, પરંતુ રિજનના લોકો આવ્યા હતા. આ મુદ્દે ક્રેડાઈ એમસીએચઆઈ (થાણે)ના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે એક્સ્પોને લોકો તરફથી નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો છે, જેમાં ખાસ કરીને જરુરિયાતમંદ લોકો મુલાકાત તો લીધી હતી, જેમાં એકલ દોકલ નહીં, પરંતુ પરિવાર સાથે લોકો જોવા મળ્યા હતા. લોકો ખાસ કરીને પોતાના પરિવારની પસંદ મુજબ ઘર ખરીદવા માટે અચૂક તપાસ કરતા હતા, જ્યારે મોટા ભાગના લોકો બિલ્ડર સાથે વાતચીત કર્યા પછી વિવિધ બેંકના સ્ટોર પર જતા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવતીકાલે છેલ્લો દિવસ છે, જેથી મોટી સંખ્યામાં લોકો કાલે આવી શકે છે. એટલું જ નહીં, આવતીકાલે કદાચ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુલાકાત લઈ શકે છે. જોકે, અપેક્ષા મુજબ એક્સ્પોને લોકો તરફથી નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો છે, એવું તેમણે જણાવ્યું હતું. દરમિયાન ક્રેડાઈ એમસીએચઆઈ (થાણે) એક્ઝિબિશન કમિટીના ચેરમેન સંદીપ મહેશ્વરીએ કહ્યું હતું કે હાઉસિંગ સેક્ટર માટે સૌથી મહત્ત્વની બાબત ગ્રાહક છે, પરંતુ અમે ગ્રાહકો, બેંકો અને બિલ્ડર એમ તમામ લોકોને એક છત્ર હેઠળ લાવ્યા છે. અમે આવા એક્સ્પોનું એક નહીં, પરંતુ ૨૦ વર્ષથી આયોજન કરીએ છીએ અને સફળ રહ્યા છીએ. જોકે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પણ પહેલા બે દિવસે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા, જ્યારે રવિવારે સવારથી મોટાભાગના સ્ટોલ પર મુલાકાતીઓની નોંધપાત્ર સંખ્યા જોવા મળી હતી. એક્સ્પોની મુલાકાતે આવેલા ૭૫ વર્ષીય મહેશ ગાડગીલે કહ્યું હતું કે હું દહીસર રહું છું અને અમારું ઘર પણ છે, પરંતુ આગામી દિવસોમાં ઘર શિફટિંગ કરવાની શક્યતા છે, તેથી અત્યારે ઘર લેવાની તૈયારી હાથ ધરી છે. સૌથી મજાની બાબત એ છે કે આ પ્રકારનો એક્સ્પો યોજવાથી હજારો લોકોને રાહત થાય છે, કારણ કે તેમની પાસેથી એક કરતા અનેક વિકલ્પ ઉપલબ્ધ થાય છે. મેં ત્રણ ચાર સ્ટોલની મુલાકાત લીધી હતી, પરંતુ વાસ્તવમાં ઘર ખરીદવા માટે મને સંતોષજનક જવાબો મળ્યા છે. આ પ્રકારના એક્સ્પો રેગ્યુલર વર્ષમાં બે વખત યોજવામાં આવે તો ચોક્કસ જનતાને લાભ થઈ શકે છે, એવું તેમણે જણાવ્યું હતું. રવિવારે એક્સ્પોના આયોજન સાથે પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ સાથે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉ
ક્રેડાઈ-એમસીએચઆઈ (થાણે) પ્રોપર્ટી એક્સ્પો: પરિવાર સાથે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા
RELATED ARTICLES