ક્રેડાઈ એમસીએચઆઈ દ્વારા થાણે પશ્ચિમમાં ત્રીજીથી છઠ્ઠી ફેબ્રુઆરી, ‘પ્રોપર્ટી એક્સ્પો ૨૦૨૩’નું આયોજન

98

ઉદ્ઘાટન મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવશે: જિતેન્દ્ર મહેતા

થાણેના રેમન્ડ ગ્રાઉન્ડમાં ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ફેબ્રુઆરીના પ્રોપર્ટી એક્સ્પો, ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે તેની સત્તાવાર જાહેરાત કરતા ક્રેડાઈ એમસીએચઆઈ, થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતા અને તેમની ટીમના સભ્યો.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે રિજનમાં જો તમે સપનાનું ઘર અથવા કમર્શિયલ પ્રોપર્ટી લેવા ઈચ્છતા હો તો તેના માટે સોનેરી તકો અને વિકલ્પો લઈને ક્રેડાઈ-એમસીએચઆાઈ થાણે આવ્યું છે અને જે અંતર્ગત ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ફેબ્રુઆરીના થાણે-પશ્ચિમ, રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે ‘પ્રોપર્ટી એક્સ્પો ૨૦૨૩’નું આયોજન કરવામાં
આવ્યું છે.
અનેક વર્ષોથી થાણેમાં પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ થાણેમાં આયોજિત કરવામાં આવ્યું છે. આનંદની વાત છે કે ચાર દિવસના પ્રોપર્ટી એક્સ્પોનું ઉદ્ઘઘાટન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે કરવામાં આવશે.
અમે અહીંના એક્ઝિબિશનમાં ખાસ કરીને થાણેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકલ્પોનું પ્રદર્શન કરીશું, એમ ક્રેડાઈ એમસીએચઆઈ થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
અહીંના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં રેમન્ડ ગ્રૂપના સીઈઓ ગૌતમ સિંઘાનિયા, પાલિકા કમિશનર (ટીએમસી), મેયર, પોલીસ કમિશનરની સાથે ક્રેડાઈ એમસીએચઆઈની ટીમની સાથે અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
ચાર દિવસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં છેલ્લા દિવસે મહારાષ્ટ્રમાંથી અલગ અલગ શિડ્યુલ પાર્ટનર્સને આમંત્રિત કરીશું તથા તેમને જાણ કરી છે કે હજુ પણ થાણે અને એમએમઆરમાં ભવિષ્યમાં શું ડેવલપમેન્ટ આવી રહ્યા છે.
એમસીએચઆઈએ હંમેશાં થાણેના વિકાસ માટે કામકાજ કર્યા છે. થાણે શહેરમાં જ્યાં જ્યાં બાંધકામના કામકાજ ચાલી રહ્યા છે, તેમાં એમસીએચઆઈ થાણેના સભ્યોનો સૌથી મોટો ફાળો રહેલો છે.
જોકે, અહીંના ચાર દિવસના એક્ઝિબિશનમાં પચાસથી વધુ ડેવલપર ભાગ લેશે, જ્યારે લોન પૂરી પાડવા માટે અગ્રણી બૅંકર્સ માટે પણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જેથી કરીને ગ્રાહકોને સરળતાથી લોન મળી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
અત્યારે ઘર ખરીદવાની સુવર્ણ તક છે તથા તેના રેટ પણ રિઝનેબલ છે, પરંતુ આગામી વર્ષોમાં થાણેનો વિકાસ વધારે થયા પછી પ્રોપર્ટીના ભાવમાં પણ વધારો થશે, તેથી અહીંના એક્સ્પોમાં ભાગ લો અને તમારી પસંદનું ઘર ખરીદવાના વિકલ્પો પર મહોર મારી શકો છો, એમ અન્ય અધિકારીએ જણાવ્યું હતું.
ઘર ખરીદનારાઓ માટે એમસીએચઆઈ દ્વારા બહુ સુંદર પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જ્યાં દરેક લોકો માટે એન્ટ્રી ફ્રી છે. આ ઉપરાંત, પાર્કિંગ ફ્રી (વેલેટ પાર્કિંગ પણ ઉપલબ્ધ રહેશે), જ્યારે થાણે/મુલુંડ સ્ટેશનથી રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે અવરજવર કરવાનું સરળ છે.
ચાર દિવસના એક્સ્પો (ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી) સવારના સાત વાગ્યાથી સાંજના સાડાસાત વાગ્યા સુધી રહેશે, જ્યારે એક્ઝિબિશન હોલ સંપૂર્ણપણે એસી છે, એમ એક્ઝિબિશન કમિટીના ચેરમેન (ક્રેડાઈ એમસીએચઆઈ થાણે) સંદીપ મહેશ્વરીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!