(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ફ્લુએન્ઝા વાઈરસને કારણે થતો રોગ છે અને તાકીદે સારવાર કરવામાં આવે તો તેને વહેલા મટાડી શકાય છે. આ બાબતને ધ્યાન રાખીને લક્ષણો દેખાય તો તરત જ સારવાર શરૂ કરાવવી. આ બાબતે નાગરિકોમાં જનજાગૃતિ કરવી એવા નિર્દેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે આપ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રને ઈન્ફ્લુએન્ઝા એલર્ટ રહેવાના નિર્દેશ ગુરુવારે જ કેન્દ્ર સરકારે આપ્યા હતા.
રાજ્યમાં નવેસરથી આવેલા ઈન્ફ્લુએન્ઝાનો ચેપ એચ૩એન૨ બાબતે મુખ્ય પ્રધાને વિધાન ભવનમાં એક બેઠક બોલાવી હતી અને તેમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, આરોગ્યપ્રધાન ડૉ. તાનાજી સાવંત, તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન ગિરીશ
મહાજન, મુંબઈ મનપાના કમિશનર ઈકબાલસિંહ ચહલ, જોઈન્ટ કમિશનર સંજય કુમાર, તબીબી શિક્ષણ સચિવ અશ્ર્વિની જોશી, સચિવ ડૉ. નવીન સોના, આરોગ્ય કમિશનર ધીરજ કુમાર વગેરે હાજર હતા.
મુખ્ય પ્રધાને એવા નિર્દેશ આપ્યા હતા કે જે લોકોને ચેપ લાગ્યો હોય તેમના પર તાકીદે સારવાર કરવા માટે આવે તેને માટે આવશ્યક દવાનો જથ્થો પૂરતો ઉપલબ્ધ હોય તેની ખાતરી કરવી. અત્યારે ચાલી રહેલી કર્મચારીઓની હડતાળને કારણે સારવારમાં અવરોધ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. જરૂર પડ્યે કૉન્ટ્રેક્ટ પર કર્મચારીઓ નિયુક્ત કરીને સારવાર ચાલુ કરવી. આવશ્યક જણાય તો ખાનગી હોસ્પિટલની પણ મદદ લેવી.
ઈન્ફ્લુએન્ઝાના ટાઈપ એ, બી અને સી એમ ત્રણ પ્રકાર છે. આના લક્ષણોમાં તાવ, ખાંસી, ગળામાં ખરાશ, શ્ર્વાસ લેવામાં તકલીફ અને ન્યૂમોનિયાનો સમાવેશ થાય છે. આને માટે કોરોના-૧૯/ઈન્ફ્લુએન્ઝા બાબતે નિયમિત સર્વેક્ષણ, તેમના સંપર્કમાં આવનારાની ચકાસણી વગેરે માર્ગદર્શક નિયમો આપવામાં આવ્યા છે. આ બાબતે દર્દીના સંપર્કમાં ૧૦ દિવસ હોય અને લક્ષણો જણાતા હોય તો સારવાર શરૂ કરવાના નિર્દેશ અપાયા છે. શર્દી-ખાંસી થઈ હોય તો તેની અવગણના ન કરવા જણાવવામાં આવ્યું છે. તત્કાળ ડૉક્ટરને મળવાની સલાહ નાગરિકોને આપવામાં આવી છે.
ઈન્ફ્લુએન્ઝાની સ્થિતિનું અવલોકન કરીને સમયસર સારવાર માટે જનજાગૃતિ કરો: મુખ્ય પ્રધાન
RELATED ARTICLES