કેટલાક છોડને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ છોડને લઈને એવું પણ કહેવાય છે કે ઘરમાં આ છોડ લગાવાથી સુખ-સમૃદ્ધિ, પ્રગતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. આજે આપણે અહીં આવા જ એક છોડ વિશે વાત કરવાના છીએ. આ છોડનું નામ છે ક્રેસુલા પ્લાન્ટ છે, જેને ઝેડ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ છોડને મની મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે લોકોનું એવું માનવું છે કે આ છોડ ઘરમાં લગાવ્યા બાદ પૈસો ખેંચાઈને તમારી પાસે આવે છે કે પછી આવવાની શક્યતાઓ વધી જાય છે. આ છોડ દેખાવમાં ખૂબ નાનો છે, પરંતુ તેની અસર ઘણી વધારે છે. ઘર, ઓફિસ, દુકાન ગમે ત્યાં આ છોડને સરળતાથી રાખી શકાય છે.
આવક માટે છે બેસ્ટ પૈસા આકર્ષવાની વિશેષતાના કારણે ક્રેસુલા વૃક્ષને મની પ્લાન્ટ, ગુડ લક પ્લાન્ટ અને મોહિની પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. આવો જાણીએ કઇ જગ્યાએ ક્રેસુલા છોડ રાખવાથી આવક વધે છે.આર્થિક સ્થિતિ કરે છે મજબૂત ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રવેશદ્વારની જમણી બાજુએ ક્રેસુલાનો છોડ રાખવો ખૂબ જ શુભ છે. જો આ શક્ય ન હોય તો તેને ઘરના મુખ્ય દ્વાર પર પણ રાખી શકાય છે. આમ કરવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે. પોઝિટીવ એનર્જી લાવે છે કાર્યસ્થળ પર ક્રેસુલાનું વૃક્ષ રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને કાર્યસ્થળની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી સકારાત્મકતા આવે છે. વ્યક્તિ વધુ સારી રીતે કામ કરી શકે છે અને તેને ઝડપી પ્રમોશન મળે છે.
કઈ દિશામાં રાખશો આ પ્લાન્ટ ક્રેસુલા પ્લાન્ટ પણ ઘરની અંદર રાખી શકાય એનો ઈન્ડોર પ્લાન્ટ. પરંતુ જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેના વધુમાં વધુ ફાયદા મેળવી શકાય છે. ક્રેસુલા પ્લાન્ટને બાલ્કનીમાં પણ રાખી શકાય છે. આ માટે ધ્યાન રાખો કે દિશા ઉત્તર કે પૂર્વ જ હોવી જોઈએ. ઘરમાં ક્યારેય પણ દક્ષિણ દિશામાં ક્રેસુલાનો છોડ ન રાખવો જોઈએ.