Homeપુરુષગૌમૂત્ર આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ...

ગૌમૂત્ર આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ…

પંચગવ્યનું પંચાંગ-પ્રફુલ કાટેલિયા

નાઇટ્રોજન, એમોનિયા, સુવર્ણ ક્ષાર, તાંબુ, સિલ્વર, મેંગેનીઝ, આયોડિન, સલ્ફર, એમોનિયા ગૅસ ,યુરિયા, યુરિક એસિડ, આલ્કલીક એસિડ, હિપુરિક ઍસિડ, લેકટોજ એન્ઝાઇમ, ક્રિયેટિન, સીસું, આયર્ન, લોહતત્ત્વ , હાર્મોન,આરમ ઓક્સાઇડ, કેલ્શિયમ ફોસ્ફેટ, પ્રોપોલીન ઓક્સાઇડ, ઈથિલિન ઓક્સાઇડ, ગ્લોનોટોઝ, ગ્લાઇકો ડાયસ અને અનેક પ્રકારના પ્રજીવકો હાર્મોન , ઇલેક્ટ્રોન ,પ્રોટોન, ગ્લુકોઝ , એલકેલાઇડ, એસીટેટ, પોટેશિયમ બાય ટ્રાઈટેટ તેમજ એનેક પ્રકારનાં મિનરલ્સ; ખનિજ તત્ત્વો આ ઉપરાંત વિટામિન એ,બી,સી,ડી અને ઈ વત્તા ઓછા પ્રમાણમાં હોવાની શક્યતાઓ છે. તેમજ દૂધ આપતી ગાયોના મૂત્રમાં લેકટોઝ વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલ ફેલવોનોઈડ અને કેરોટીન હૃદયને મજબૂત કરી રક્ષણ આપે છે તેમ જ પી ૩ નામનું તત્ત્વ લોહીને જામી જતું અટકાવે છે અને પ્રવાહી સ્વરૂપ જાળવી રાખે છે.
આ ઉપરાંત મેથોલ ગ્લાયોનેક્ષોલ, એરીપ્રોપોઇતિંન, પ્રોસ્ટોગ્લાયડીન, ઓર્ડીનાઈલોટ, જાતીય હાર્મોન્સ, યુરોનકાઈનેઝ જેવાં કેટલાંય પ્રકારના એન્ઝાઈમ્સ તેમ જ સ્ટીરોઇડ જુદી જુદી માત્રામાં હોવાની સંભાવનાઓ છે. જે અતિ આધુનિક મેડિકલ સાયન્સએ ન શોધેલાં એવાં અનેક પ્રકારના ખનીજ તત્ત્વો ગૌમુત્રમાં રહેલાં છે ; ગૌમૂત્રમાં
રહેલાં અનેક પ્રકારના સમુદ્ર જેવાં
રહસ્યો આધુનિક વિજ્ઞાને શોધવાનાં
બાકી છે..
ગૌમૂત્રમાં રહેલા આ બધા જ તત્ત્વો તેમજ પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં તેમજ અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં હોવાથી શરીરમાં તદ્દન આસાનીથી પચી જાય છે. એટલે કે સુપાચ્ય છે. મનુષ્યનું શરીર પંચતત્વોનું બનેલું છે તે જ પ્રમાણે ગૌ માતાનું શરીર પણ પંચ તત્વનું બનેલું છે મનુષ્યના શરીરમાં પણ પાંચઇન્દ્રિય છે . તે જ પ્રમાણે ગૌ માતાના શરીરમાં પણ એ જ પ્રકારની પંચેન્દ્રીઓ આવેલી છે. ગૌ માતાની શરીર રચના અને મનુષ્યની શરીર રચનામાં ઘણું બધું સામ્ય હોવાથી મનુષ્યનું શરીર ગૌમૂત્ર (પંચગવ્ય) ને સહેલાઈથી પચાવી શકે છે. ગૌમૂત્ર તદ્દન કુદરતી નેચરલ પદાર્થ છે. તે માનવજાતને ભગવાને આપેલું આરોગ્યનું અમૂલ્ય વરદાન છે.
ગૌમૂત્ર પાન કરવાથી શરીરમાં ખૂટતા બધા જ તત્ત્વો એટલે કે માનવ જીવનને જરૂરી તમામ પ્રકારના વિટામિન અને ક્ષારો, જીવન પ્રજીવકો, ગૌમૂત્રમાંથી મળી જાય છે, જેથી મનુષ્ય રોગમુક્ત તો થાય જ છે તેનાથી શરીરનું પણ રક્ષણ પોષણ અને વિકાસ પણ થાય છે તે મનુષ્યના તન, મન, હૃદય અને આત્માને ચેતન્યથી ભરી દે છે. તેના જીવનમાં ઉત્સાહ ઉમંગ અને આનંદ નિર્માણ કરે છે.
ગૌમૂત્રમાં બહુ જ અલ્પ માત્રામાં આવેલ મેન્થોલ ગ્લાયોનેક્સલ નામનો પદાર્થ પ્રથમ સ્ટેજના કૅન્સરના દર્દીઓને ખૂબ જ લાભ કર્તા છે. ગૌમૂત્ર પિવાથી તથા લાંબો સમય ચરી પાડવાથી કૅન્સર મટવાની શક્યતાઓ વધી જાય છે.
ગૌમૂત્ર ખોરાકમાં રહેલા પદાર્થોને પચવામાં તથા તેમાંથી લોહી બનવાની ક્રિયામાં સક્રિય ફાળો આપી સહયોગ આપે છે. તેનાથી પાચન શક્તિ વધે છે. હોજરીની દીવાલો ઉપર જામેલા ઠરો પડો ને દૂર કરી ચોખ્ખી કરે છે. અને સ્નાયુઓને સક્રિય કરી પાચન ક્રિયાને સતેજ કરે છે. ઉપરાંત અનેક હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. પાચનતંત્રના રોગોને દૂર કરે છે.
ગૌમૂત્ર શરીરમાં શ્ર્વેતકણોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. શ્ર્વેતકણો રોગોના જીવાણુઓ સામે લડવાનું કામ કરે છે. ગૌમૂત્ર શરીરમાં રોગો પ્રતિકારક શક્તિ વધારે છે. માટે ગમે તેવા રોગચાળા વખતે પણ શરીરનું રક્ષણ કરી રોગમુક્ત રાખે છે. ગૌમૂત્ર વૅક્સિનેશનનું કામ કરે છે. જે આપણે જોયું છેલ્લાં બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન ભારત દેશની ઍક પણ ગૌશાળામાં એક પણ કોરોનાનાં કેસ થયાં નથી….. (હાથ કંગન કો આરસી કયા??)
ગૌમૂત્રમાં ઘણા એવા તત્વો છે તેને હજી સુધી આધુનિક વિજ્ઞાન સાયન્સે શોધ્યા જ નથી. એવા અજ્ઞાત તત્ત્વો જેનું નામકરણ થયું નથી. પણ આ શક્તિશાળી ગૌમૂત્રના તત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શરીરને નિરામય રાખે છે. તેમાં કોઈ સંશય નથી….
ગૌમૂત્રમાં યુરિયા નામનો પદાર્થ શરીર માટે અત્યંત ઉપયોગી પદાર્થ છે. મૂત્રપિંડોની કાર્યક્ષમતા વધારે છે. તેના કારણે કિડની ને લાગતા રોગો દૂર થાય છે. કિડનીને ફેલ થવાનો જ ભય દૂર થાય છે. કિડની સક્રિયતા તેમ જ કેપેસિટી
વધે છે.
ગૌમૂત્રમાં રહેલો એરિથ્રોપોઈટીન નામનો પદાર્થ હાડકાનાં મજજાતંતુઓને સક્રિય કરી નવાં લાલ રક્તકણોનું નિર્માણ કરે છે.તેના કારણે લાલ રક્તકણોની ઉણપને કારણે થતા રોગો ઉપર નિયંત્રણ આવે છે.
ગૌમૂત્રમાં રહેલો “પ્રોસ્ટોગ્લાઇડીન નામનો પદાર્થ હર્મોન્સ સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા એટલે કે વિસ્તરણ અને સંકોચન ની પ્રક્રિયા માટે અત્યંત જરૂરી છે. ગર્ભાશયના સંકોચન અને વિસ્તરણ માટે તે ઉપયોગી છે. તેના કારણે પ્રસૂતિ નોર્મલ થાય છે. એના અભાવે સ્નાયુઓ સ્થિત એટલે કે જડ થઈ જાય છે. એના કારણે હાડકાના સાંધાઓના હલનચલનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. અથવા બેસવામાં વજન ઊંચકવામાં વ્યાયામ કરવામાં તકલીફ થાય છે. શરીરમાં જડત્વ નિર્માણ થાય છે.
ગૌમૂત્રમાં આવેલ “ઓર્ડીનાઈલોટ નામનો હાર્મોન્સ મગજની આજ્ઞા પ્રમાણે શરીરના અવયવોને અનુસરવાની પાલન કરવાની ક્ષમતા આપે છે. તેથી શરીરની એક્ટિવનેસ ચપળતા નિર્માણ થાય છે. શરીરમાં પૂરતી ચુસ્તી અને તરવરાટ, થનગનાટ, ઉત્સાહ અને ઉમંગ નિર્માણ થાય છે.
ગૌમૂત્ર જાતીય હારમોન્સને જાગૃત એટલે કે ઉત્તેજિત કરે છે. એક્ટિવ કરે છે તે માણસની નિર્બળતાઓ દૂર કરી ચેતના નિર્માણ કરે છે. તેના કારણે “સંતાન પ્રાપ્તિના યોગ નિર્માણ થાય છે.
ગૌમૂત્રમાં શરીર વૃદ્ધિ કરનારા વિકાસ એટલે કે “ગ્રોથહાર્મોન આવેલા જ હોય છે. તેના કારણે માણસોનો શારીરિક વિકાસ એટલે કે વૃદ્ધિ થાય છે. તેને લીધે માણસની ઊંચાઈ અને વજન વધે છે. (આપણા વડવાઓ સાથે આપણી સરખામણી કરી શકો)
ગૌમૂત્રમાં આવેલું યુરોનકાઈનેઝ રક્તવાહિનીઓની અંદર પેદા થયેલ લોહીનાં ગઠ્ઠા જામવાની પ્રક્રિયામાં વિભાજન કરીને છૂટા પાડે છે. તેને ઓગાળીને પુન: લોહીના સ્વરૂપમાં રૂપાંતર કરે છે. માણસની ધમનીઓ નળીઓમાં લોહીના ગઠ્ઠાઓ અવરોધ ઊભો કરે છે. પરિણામે રૂધિરાભિસરણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે. લોહી હૃદય સુધી પહોંચતું નથી આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હાર્ટ એટેક આવે છે.
ગૌમૂત્રમાં લોહીને પાતળું પ્રવાહી સ્વરૂપમાં રાખવાનો જબરજસ્ત ગુણ છે. તે સારક છે; એટલે કે લોહીને જમવા દેતું નથી ગઠ્ઠાઓને ઓગાળે છે. લોહીના પ્રવાહી સ્વરૂપને સતત જાળવી રાખે છે. લોહીનું ભ્રમણ નિયમિત અને સરળ બનાવે છે. હૃદયરોગના હુમલાને ટાળે છે.
ગૌમૂત્રમાં એન્ઝાઈમ્સ હોય છે. શરીર માટે આ અત્યંત ઉપયોગી પદાર્થ છે. તે શરીરમાં ચાલતી બધી ક્રિયાઓનું નિયમન કરે છે. કંટ્રોલ કરે છે . તેના ઉપર કાબૂ ધરાવે છે.
ગૌમૂત્રનું સેવન કરનારાઓની પ્રાણ શક્તિ મજબૂત થાય છે. તેના કારણે તેવી વ્યક્તિઓ વાતાવરણમાંથી ઓક્સિજનને આત્મસાત્ કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે.
ગૌમૂત્રનું પાન કરનારાઓના લોહીની વિકાર દૂર થાય છે. કારણ કે ગૌમૂત્ર લોહીમાં ‘લાલકણો’ નું ઉત્પાદન વધારે છે. તેનાથી શરીરની લાલાશ વધે છે મોં ઉપર તેજ એટલે કે ક્રાંતિ વધે છે ચમક આવે છે.
ગૌમૂત્ર ‘એન્ટિબાયોટિક’ પણ છે. હાલના સંજોગોમાં એલોપેથી ડૉક્ટરો ઘણા રોગોમાં એન્ટિબાયોટિક ઇન્જેક્શનનો આપે છે. ગૌમૂત્ર લેનારાઓને તેની જરૂર પડતી નથી કારણ કે ગૌમૂત્ર સ્વયમ એન્ટિબાયોટિક છે. તે રોગ સામે લડવાની અદ્ભુત શક્તિ આપે છે.
ગૌમૂત્ર ‘શક્તિવર્ધક ટોનિક’ છે તે મનુષ્યના શરીરની નબળાઈઓ અશક્તિ દૂર કરી શકતી સંચાર કરે છે. એલોપેથી ડૉક્ટરો નબળી વ્યક્તિઓને વિટામિનની ગોળીઓ કે ઇન્જેક્શનનો આપે છે. અકુદરતી રીતે તેના શરીરમાં દાખલ કરે છે. આવા વિટામીનો શરીર પચાવી શકતું નથી. ગૌમૂત્રમાં કુદરતી વિટામિનો ક્ષારો અને દ્રવ્યો આવેલા છે. જે શરીરને ટોનિક ‘જીવનશક્તિ’ પૂરી પાડે છે.
ગૌમૂત્ર ઘણા અસાધ્ય રોગો જળ મૂળમાંથી દૂર કરી તેને કાયમ માટે દૂર કરે છે. દા.ત. હૃદયરોગ, કૅન્સર, એઇડ્સ, અસ્થમા, ચામડીના રોગો, પેટના રોગો, શ્ર્વસન તંત્રના રોગો મટાડે છે. પણ ગૌમૂત્રના કયા તત્વોને કારણે કયા રોગો મટે છે, તે હજી સુધી ચોક્કસ રીતે શોધાયું નથી; હજી સંશોધનોને ઘણો અવકાશ છે. ગૌમૂત્રમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. જે આધુનિક વિજ્ઞાન ને ઉજાગર કરવાના છે. ગૌમૂત્રને હજી આધુનિક મેડિકલ સાયન્સના આધારનું સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્રની ખૂબ જ જરૂર છે. હજારો વ્યક્તિઓના અસાધ્ય રોગો મટ્યા છે. તે ખરેખર ચમત્કાર જ ગણાય પણ તેનું વૈજ્ઞાનિક પથ્થકરણ કરીને ડોક્યુમેન્ટેશન કરવાની જરૂર છે. તો જ ગૌમૂત્ર ની પ્રભુતા વ્યક્તિઓ સ્વીકારશે. (સૌ. સી. એન. પટેલ)
ગૌમૂત્રનું સેવન કરવાથી ઘણા રોગીઓનું કેન્સર મટ્યા ના ઘણા કેસો છે. ગૌમૂત્રનું કયું તત્વ કેન્સર મટાડે છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. હજી વૈજ્ઞાનિકોએ તે શોધવાનું બાકી છે. કેટલાક કેસોમાં એવું જોવા મળ્યું છે કે ગૌમૂત્રમાં રહેલું ‘મેથીલગ્લાયોક્ષલ’ નામનું તત્ત્વ કૅન્સર મટાડવામાં મદદરૂપ છે.
ગૌમૂત્ર ‘જંતુગ્ન’ એટલે કે જંતુઓનો નાશ કરનારું છે તે રોગોના કીટાણુઓનો નાશ કરે છે. હોજરીમાં રહેલા જંતુઓનો નાશ કરે છે. ઉપરાંત હવા દ્વારા કે પાણી દ્વારા શરીરમાં દાખલ થયેલા વિવિધ હાનિકારક ખાદ્ય રસાયણો અને રોગોના જંતુઓનો નાશ કરી શરીરને જંતુમુક્ત કરી નિરોગી બનાવે છે.
વધું આવતા અઠવાડિયે…

RELATED ARTICLES

Most Popular