Homeદેશ વિદેશCOVID-19ની વધુ એક સાઈડ ઈફેક્ટ, લોકો ભૂલી રહ્યા છે...

COVID-19ની વધુ એક સાઈડ ઈફેક્ટ, લોકો ભૂલી રહ્યા છે…

છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં કોરોના વાયરસે લોકોના જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યું છે. આ ખતરનાક વાયરસે એક તરફ હસતા-રમતા પરિવારોને વેર-વિખેર કરી દીધા હતા તો બીજી બાજુ વિશ્વની મોટા ભાગની વસ્તીને ગરીબીની ખાઈમાં ધકેલી દીધી હતી. હાલમાં ભલે કોરોના વાયરસની અસર ઓછી થઈ છે અને તેના દર્દીઓની સંખ્યામાં પહેલાંની સરખામણીએ ખાસ્સો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાથી સંક્રમિત લોકોમાં નવા લક્ષણોની પુષ્ટિ થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં એક નવું લક્ષણ જોવા મળ્યું છે, જે સંબંધિત સંશોધન Cortex Generalમાં પ્રકાશિત થયું હતું.
સંશોધકોનું એવું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત કેટલાક લોકોને ચહેરાઓ ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા આ રોગને ફેસ બ્લાઇંડનેસ એવું નામ આપવામાં આવ્યું છે. તબીબી ભાષામાં આ રોગને પ્રોસોપેગ્નોસિયા (Prosopagnosia) તરીકે ઓળખવામાં આવે છે. આ એક પોસ્ટ કોવિડ લક્ષણ છે જે ચેપ સાજા થયાના ઘણા દિવસો બાદ દર્દીમાં જોવા મળે છે. સંશોધકો આ સમસ્યાને મગજની બીમારી સાથે જોડીને જોઈ રહ્યા છે. સંશોધકોએ કોવિડ પછીના લક્ષણોનો અભ્યાસ કરવા માટે 50 લોકોનો અભ્યાસ કર્યો હતો અને આ 50 લોકોનો અભ્યાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે તેઓ લોકોના ચહેરા બરાબર ઓળખી શકતા નથી કે તેમને એમાં મુશ્કેલી પડી રહી છે. ઘણી વખત મેમરી ડિફેક્ટની ખામીને કારણે લોકો દિશા ભૂલી જાય છે.
આ વિચિત્ર લક્ષણ બાબતે વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે મગજના અમુક ભાગને નુકસાન થવાથી ચહેરો અને દિશા ભૂલી જવાની પ્રક્રિયા થાય છે. જો મગજના કોઈપણ ભાગને નુકસાન ન થયું હોય, તો તે કોઈક માનસિક અસ્વસ્થતાને કારણે હોવું જોઈએ. આ સિવાય થાક, એકાગ્રતાનો અભાવ અને માઈગ્રેનની સમસ્યા પણ કોવિડ-19 પછીના લક્ષણોમાંથી એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular