ભારતના કોરોના કેસમાં ભારે વધારો, ચોથી લહેરના ભણકારા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 5,233 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 40.9% વધુ છે. કોરોનાનોકુલ કેસલોડ 4,31,90,282થયો છે. આ જ સમયગાળામાં કોરોનાને કારણે દેશમાં સાત મૃત્યુ નોંધાયા છે, જે સાથે કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 5,24,715 થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટોચના પાંચ રાજ્યો કે જેમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં 1,881 કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે છે. ત્યારબાદ 1,494 કેસ સાથે કેરળ, 450 કેસ સાથે દિલ્હી, 348 કેસ સાથે કર્ણાટક અને 227 કેસ સાથે હરિયાણા છે. કુલ મળીને, 84.08% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર નવા કેસોમાંથી 35.94% માટે જવાબદાર છે.
કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારાને કારણે કેન્દ્ર સરકાર પણ ચિંતામાં છે અને તેમણે પણ રાજ્યોને યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. જુદા જુદા રાજ્યમાં માસ્ક પહેરવાનુ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું તથા હાથને વારંવાર સેનિટાઇઝ કરવાનું જણાવવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 3,345 દર્દીઓ સાજા થયા છે, જે સમગ્ર દેશમાં કુલ 4,26,36,710 પર પહોંચી ગયા છે. ભારતનો રિકવરી રેટ હવે 98.72% છે. બુધવારે સક્રિય કેસલોડ 28,857 હતો. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 1,881નો વધારો થયો છે.
ભારતે છેલ્લા 24 કલાકમાં રસીના 14,94,086 ડોઝ આપ્યા છે, જેના કારણે કુલ ડોઝની સંખ્યા 1,94,43,26,416 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,13,361 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.