ચીનમાં કોરોના વાયરસના સંક્રમણની નવી લહેર આવી શકે છે. કોવિડ-19ની આ નવી લહેર જૂનમાં પીક સુધી પહોંચી શકે છે. એક અહેવાલ મુજબ એક અઠવાડિયામાં લગભગ 6 કરોડ 50 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી શકે છે. ચીનના અધિકારીઓ કોરોની નવી લહેર સામે લડવા માટે વેક્સિનેસન પર ધ્યાન આપી રહ્યા છે. Omicron ના XBB વેરિઅન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
એક અખબારી અહેવાલ મુજબ ચીનમાં કોરોનાનો XBB વેરિઅન્ટ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ શકે છે. XBB એ Omicron ના BA.2.75 અને BJ.1 સબ-વેરિઅન્ટનું હાઇબ્રીડ સ્વરૂપ છે. જે XBB વેરિઅન્ટ BA.2.75 કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વેરિઅન્ટ ઘાતક સાબિત થઈ શકે છે.
ચીનના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એપ્રિલ-મે મહિનામાં કોરોનાની નવી લહેર આવવાની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરી હતી. વર્ષ 2020ની શરૂઆતમાં, જ્યારે ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં ફરી વધારો થયો હતો, ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે સમગ્ર દેશમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ લાગુ કરી હતી.
ચીનમાં કોરોના વાયરસની નવી લહેર વચ્ચે ભારતમાં કોવિડ-19 નિયંત્રણમાં છે. ભારતમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના માત્ર 405 જ નવા કેસ નોંધાયા હતા.