આહારનું યોગ્ય આયોજન કરીને જીવનને બનાવો જોમવંતું

પુરુષ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

હેલ્ધી રહેવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ જરૂરી છે, પણ આજની ભાગદોડભરી અને સ્ટ્રેસફુલ લાઈફમાં કોની પાસે એટલો સમય છે કે આ બધા તરફ ધ્યાન આપે… તમારી લાઈફસ્ટાઈલ હેલ્ધી હશે તો જ તમે તમારી લાઈફને ફુલ્લી એન્જોય કરીને જીવી શકશો. એવું કહેવાય છે કે સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ રહી શકે છે. જો તમને કોઈ પણ પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યા હશે તો તમે કોઈ પણ કામ પર ફોકસ નહીં કરી શકો. ખાસ કરીને યંગસ્ટર્સ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન નથી આપતા અને તેનું મુખ્ય કારણ છે આખો દિવસ દરમિયાનનું તેમનું બિઝી શિડ્યુલ… સવારથી લઈને સાંજ સુધીના ટાઈટ શિડ્યુલ વચ્ચે તેમને ખાવાનો સમય સુધ્ધાં નથી મળતો અને એટલે જ તેઓ સમય બચાવવા માટે કેફેટેરિયામાં સરળતાથી મળતા ચટાકેદાર જંક ફૂડ ખાઈ લે છે એટલું જ નહીં, ઘણી વખત તો લંચ સ્કિપ થઈ જાય છે અને ભૂખ વધતાં આપણે જરૂર કરતાં વધારે ખાઈ લઈએ છીએ. આ પ્રકારની બગડેલી લાઈફસ્ટાઈલની અસર એ થાય છે કે તમારું વજન વધવા લાગે છે અને તમે અનફિટ થવા લાગો છો. બટ ડોન્ટ વરી, આજે અમે તમારી માટે અહીં લઈ આવ્યા છીએ કેટલીક એવી જ ટિપ્સ કે જે તમારી અનહેલ્ધી લાઈફસ્ટાઈલને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં ક્ધવર્ટ કરશે અને તમે એક હેલ્ધી બૉડીની સાથે સાથે એક હેલ્ધી માઈન્ડ સાથે લાઈફમાં વધુ ને વધુ સક્સેસ મેળવશો…
—————-
સિમ્પલ બ્રેકફાસ્ટ ઈઝ યોર ફર્સ્ટ પ્રાયોરિટી
હેલ્ધી લાઈફસ્ટાઈલની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે સિંપલ બ્રેકફાસ્ટને તમારા ડાયેટમાં સામેલ કરવો જોઈએ, કારણ કે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાને કારણે અનેક નુકસાન થઈ શકે છે. નાસ્તાને કારણે તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે. ઝડપથી બની શકે એવા હેલ્ધી બ્રેકફાસ્ટના અનેક ઓપ્શન્સ હોય છે, જેમ કે ગ્રીક યોગર્ટ, કેળાં, દૂધ, ઓટ્સ વગેરે બ્રેકફાસ્ટમાં લેવાનું રાખો. આ બધી જ વસ્તુઓ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એની સાથે સાથે તમારી એનર્જીને પણ બૂસ્ટ કરે છે.
—————-
ખાવાનો સમય રાખો ફિક્સ
સ્નેક્સ, વૉટર અને હેલ્ધી બ્રેકફાસ્ટ બાદ આગળ વધીએ અને વાત કરીએ ખાવાના સમયની… આપણામાંથી ઘણા લોકો એવું કરતા હશે કે જે બિઝી હોય ત્યારે પોતાનો ખાવાનો સમય જ બદલી નાખતા હોય છે, પણ આ એક ખોટી આદત છે. જો રોજે એક જ સમય પર ખાવાનું ખાવામાં આવે તો તમારા માઈન્ડને સમયથી પહેલાં ભૂખનો અહેસાસ નથી થતો. એટલે શક્ય હોય ત્યાં સુધી એવું રાખો કે રોજ તમે એક ચોક્કસ સમય પર જ મીલનું સેવન કરો, જેથી ભૂખ અને ઓવરઈટિંગથી બચી શકાય.
—————
વધુમાં વધુ પાણી પીઓ
હેલ્ધી ફૂડ ખાઈને જ હેલ્થ સારી રહે છે જો એવું વિચારી રહ્યા હોવ તો એવું નથી. હેલ્ધી ફૂડની સાથે સાથે શરીરને હાઈડ્રેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો પોતાને એનર્જેટિક રાખવાના ચક્કરમાં આખો દિવસ કૉફી પીવાનુંપસંદ કરે છે, પણ કૉફીના વધારે પડતા સેવનને કારણે શરીરમાં કેફિનનું પ્રમાણ વધી જાય છે અને રાતના સમયે ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે. કૉફીને બદલે દિવસમાં શક્ય હોય એટલું વધારે પાણી પીવાનું રાખો, જેથી શરીરમાં રહેલાં ટૉક્સિન્સ નીકળી જાય અને બૉડી પણ હાઈડ્રેટ રહેશે.
—————
મૉર્નિંગ સ્નેક્સ ભી હૈ ઝરૂરી
ઘણા લોકો આખો દિવસ સ્નેકિંગ કરે છે અને આવું કરવું એ નુકસાનકારક અને ફાયદાકારક બંને સાબિત થઈ શકે છે. જો સ્નેક્સ તરીકે જંક ફૂડ ખાવામાં આવે તો તે તદ્દન અયોગ્ય છે. એની જગ્યાએ જો હેલ્ધી ફૂડને મોર્નિંગ સ્નેક્સમાં સ્થાન આપવામાં આવે તો તે હેલ્ધી ઓપ્શન સાબિત થશે. સવારે ૧૧-૧૨ વાગ્યે તમે સ્નેક્સમાં નટ્સ કે ફ્રૂટ્સ ખાઈ શકો છો. આને કારણે ભૂખ તો સંતોષાશે જ, પણ તેની સાથે સાથે લંચ ટાઈમ પર થનારા ઓવર ઈટિંગથી બચી શકાય છે.
—————-
લંચને રાખો લાઈટ
લંચમાં શું ખાવામાં આવે છે તેની અસર પણ શરીર પર જોવા મળે છે, એટલે શક્ય હોય ત્યાં સુધી ઓછી કેલરીવાળું હેલ્ધી લંચ લેવાનું હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સૌથી વધુ મહત્ત્વનું છે. લંચમાં લીલાં શાકભાજી, હોલ ગ્રેન અને ફાઈબરનો સમાવેશ થવો જોઈએ. આ માટે રોટલી, ભાત, દાળ, રાજમા, પનીરની ડિશનું સેવન કરી શકાય છે લંચમાં, પણ યાદ રાખો કે જેટલી ભૂખ હોય એનાથી ઓછું ખાવું જોઈએ અને લંચમાં સેલડનો સમાવેશ તો થવો જ જોઈએ! ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.