કવર સ્ટોરી – લોકમિત્ર ગૌતમ
ભગવાન રામ યુવાવસ્થામાં કેવા દેખાતા હશે એવી તસવીર થોડાં દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. આ તસવીર એટલી મસ્ત હતી કે એકવાર જે તેને જુઓ તેની નજર ત્યાંથી હટતી જ નહોતી. કહેવાય છે કે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી હતી. કોણે આ તસવીર બનાવી એની જાણ નથી થઇ, પણ ૨૧ વર્ષની ઉંમરે શ્રીરામ કેવા દેખાતા હશે તેનું વિવરણ વાલ્મીકી રામાયણ, રામચરિત માનસ તથા બીજાં અનેક ધર્મગ્રંથોમાં મળે છે, એ બધાને આધારે આ તસવીર બનાવવામાં આવી હતી.
લોકોને આ તસવીર એટલી બધી પસંદ આવી કે તેને સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. લોકોએ તેનાં માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.)ની પ્રશંસા કરી હતી. એમ પણ જણાવ્યું કે ભગવાન રામ આ તસવીરમાં આટલા સુંદર દેખાય છે, તો વાસ્તવમાં કેટલા સુંદર હશે? ‘જેટલું સુંદર નામ, તેટલાં જ સુંદર રામ’ એમ પણ જણાવવામાં આવ્યું. પણ કેટલાંક લોકો ત્યાર પછી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.)થી ગભરાઇ ગયા છે. તેમણે એમ જણાવ્યું હતું કે આ ‘નયનાભિરામ તસવીર’ વાસ્તવમાં આપણી આસ્થા પર એ.આઇ.નો હુમલો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ ડરામણી એટલે છે કારણ કે અત્યારે આપણે એને સુખદ ઘટના તરીકે જોઇએ છીએ અને તેનું સ્વાગત કરીએ છીએ, પણ ભવિષ્યમાં એ મનુષ્યની કલ્પનાને જ ગળી જશે.
કેમકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા માનવીની ગુપ્ત પ્રક્રિયાનું અનુકરણ છે. એઆઇના ખાસ પ્રયોગોમાં વિશેષજ્ઞ, પ્રણાલી, પ્રાકૃતિક ભાષા સંસ્કરણ, વાણીની ઓળખ અને મશીનની દૃષ્ટિનો સમાવેશ થાય છે. આ ટેકનીક તેનાં અંતિમ પરિણામમાં માનવીના દિમાગની ક્રિયાશીલતા અને મન તથા દિલની કલ્પનાશક્તિને જ હરાવી દેશે. કેમ કે તેની પ્રક્રિયામાં એક બારીક અને વિશુદ્ધ ગણિતીય અનુક્રમિકતા હશે, જ્યારે માનવીની કલ્પનાશક્તિમાં એક કમી જોવા મળશે, જે મશીનના અનુશાસન સામે ક્યારેય ઊભરી નહીં શકે, અંતે માનવીય કળાત્મકતા અનુશાસનાત્મક કમીને કારણે બીજાં દરજજાની માની લેવામાં આવશે. જયારે આ કળામાં એક ખાસ પ્રકારની મૌલિક રચનાત્મકતાનું પક્ષપાતી વલણ માનવામાં આવે છે.
પણ પણ એઆઇની ગણિતીય કુશળતામાં સફળતાની જે ક્ષમતા હશે, એની હરીફાઇ માનવીય અભ્યાસ કરી નહીં શકે. તેનું પરિણામ એ હશે કે માનવીય કલ્પનાશીલતા તેનાં બીજાં દરજજાના અહસાસથી ભરાઇ જશે. વાસ્તવમાં આ જ મશીનોનું માનવ પર વર્ચસ્વનું પ્રસ્થાન બિંદુ રહેશે. જોકે, કદાચ એવું ન પણ થાય. પણ કાવ્યાત્મક વિવરણના આધારે બનેલી આ નયનાભિરમ તસવીરને કારણે એવું વિચારવા મજબૂર તો કરી જ નાખ્યા છે. એ આઇ પોતાની આ પ્રકૃતિના કારણે જ, એક એવી વૈજ્ઞાનિક શોધ બની ગઇ છે, જે ભયંકર ભવિષ્યનો સંકેત આપે છે.
જોકે, આમાં કોઇ બેમત નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ વિજ્ઞાનની એક નવી શોધ છે, જે આગળ ઉપર અસંભવ લાગનારાં કાર્યો કરી શકાશે, જેનાં કારણે માનવ સભ્યતા અનેક ઉપલબ્ધિ મેળવી શકશે. પણ, તેનાં કારણે સંગઠિત માનવ જાતિ કે પછી કોઇ ‘પાવર્ડ ઇન્ડિવિઝ્યુઅલ’નું મશીન સામે ભલે વર્ચસ્વ કમજોર ન પડે, પણ એક સામાન્ય માનવી વ્યક્તિગત રૂપે મશીનની સામે હારી જશે. નિશ્ર્ચિતરૂપે આજે એક સામાન્ય વ્યક્તિ પોતાના હાથમાં એક નાનકડું ઉપકરણ (મોબાઇલ) પકડીને ઘરોઘર પોતાનું ધ્યાન પહોંચાડી રહ્યો છે, જે આજ વૈજ્ઞાનિક વિકાસનું પરિણામ છે. આ વાત આપણને બળ પૂરું પાડે છે કે માનવીય શ્રેષ્ઠતા કાયમ રહેશે, પણ એઆઇનો હસ્તક્ષેપ તેની આગળના સ્તરનો છે, કેમ કે એઆઇના કૌશલમાં એક ખાસ પ્રકારની કલ્પનાશક્તિ સામેલ છે. જે વિવરણને ઘટાડી-વધારીને વારંવાર તેને નવો દૃષ્ટિકોણ આપી શકે છે. જેમ કે અગાઉની અનેક વસ્તુઓ જેમ કે ઘડિયાળ, કેલેન્ડર, ફલોપી ડિસ્ક, ડીવીડીમાં આવું કાંઇ જ નહોતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા કરતાં આગળની વસ્તુ છે, તે પોતાના હસ્તક્ષેપથી ભવિષ્યમાં એવી રચનાઓ રજૂ કરશે, જેનાં પર માનવનું નહીં, પણ તેનું જ નિયંત્રણ રહેેશે.
આ ચિંતાનો વિષય છે. આજે શાળાઓમાં ભણતાં બાળકો પોતાના પ્રોજેક્ટને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં મશગૂલ છે. એમાં માતા-પિતાની મદદ તેની સામે સાવ ક્ષુલ્લક વિસ્તારની લાગે છે. એટલે એ.આઇ.આજે બાળકો માટે માતા-પિતાનો વિકલ્પ બની ઊભરી છે. આ સ્થિતિથી માનવીય જીવનમાં કાંઇ જોડાશે નહીં, પણ તેમાં ઘટાડો થશે એટલે એ ડરામણું સાબિત થશે.