પહેલીવાર વિધાનસભ્ય બનેલા વિરમગામના ભાજપની સમસ્યાઓ પૂરી થવાનું નામ નથી લેતી. હવે ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. પાટીદાર અનામત આંદોલન સમયની સભામાં આચારસંહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ હાજર ન રહેતાં આ કાર્યવાહી કરાઈ છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ધ્રાંગધ્રાના હરિપર ગામમાં સભા યોજાઈ હતી. આ સભામાં આચારસંહિતાનો ભંગ થયો હતો અને આ બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ધ્રાંગધ્રા કોર્ટમાં તેમના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, જેની સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. એમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામા આવ્યો છે.
હજુ તો હમણા જ તેમને જામનગર કોર્ટમાંથી રાહત મળી હતી. અમદાવાદના નિકોલમાં વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે, જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન તેઓ ગેરહાજર રહ્યા હતા. એને કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું, જોકે 8મી ફેબ્રુઆરીએ ફરી તેઓ ગેરહાજર રહેતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ ટકોર કરી હતી.
આમ વિધાનસભ્ય બન્યા બાદ પણ કોર્ટના ચક્કર તો હાર્દિકે ખાવા જ પડશે.
કોર્ટમાં હાજર કેમ ન રહ્યા ? ગુજરાતના આ વિધાનસભ્યને ઠપકાર
RELATED ARTICLES