મુંબઈઃ મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના શનિવારે સામે આવી હતી, જેમાં પ્રેમીપંખીડાઓએ ટેકરી પરથી કૂદકો મારીને જીવનનો અંત આણ્યો હતો. મુંબઈના કાંદિવલી પરિસરમાં આ ઘટના બની હતી. આ ઘટનાને કારણે આસપાસના પરિસરમાં ખળભળાટ મચી ગયો હોઈ પોલીસ દ્વારા આ ઘટનાની વિસ્તારપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
કાંદિવલી સમતાનગર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. હાઉસકિપિંગનું કામ કરી રહેલાં 21 વર્ષના યુવક અને 15 વર્ષીય કોલેજિયન યુવતી કાંદિવલીના જાનુપાડા પરિસરમાં રહેતાં હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા, પરંતુ બંનેના આ પ્રેમ સંબંધોનો પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા. બંને જણે પરિવારને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. પણ ઘરના લોકો સમજ્યા નહીં અને આખરે કંટાળીને આ પ્રેમીપંખીડાએ ટેકરી પરથી ભૂસકો મારીને આત્મહત્યા કરી હતી.
મૃતક યુવક-યુવતી એક જ સમાજના હોઈ એકબીજાના સંબંધમાં થતા હતા, તેમ છતાં બંનેના પરિવારજનો આ સંબંધની વિરુધ્ધ હતા. આ જ કારણસર કંટાળીને બંને જણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે સમતાનગર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના વિરોધ બાદ પ્રેમીપંખીડાઓએ ભર્યું પગલું
RELATED ARTICLES