ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક યુગલે સુસાઈડ નોટ લખીને એકબીજાનો હાથ પકડીને ગળે ફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણકારી મળતાં તેમના પરિવાર સહિત ગ્રામવાસીઓને આઘાત લાગ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે સગીરાએ તેના પ્રેમી સાથે મળીને સુસાઈડ કર્યું હતું. તેણે સુસાઈડમાં લખ્યું છે કે આ પગલું અમે અમારી મરજીથી ઉઠાવ્યું છે. અમે એકબીજા વગર જીવી શકીએ તેમ નથી. એવામાં મારા પરિવારને પરેશાન કરવામાં ન આવે. મર્યા બાદ અમારા અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવે. બંનેના પરિવાર સાથે પુછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, બંને એકબીજાના પ્રેમમાં હતાં અને લગ્ન કરવા માગતા હતાં. છોકરીની ઉંમર નાની હતી અને તેના પરિવારે બંનેના લગ્ન કરાવવા રાજી નહોતાં.
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો અચાનક રાત્રે ત્રણ વાગ્યે ગાયબ થઈ ગયો હતો અને તેની પ્રેમિકાના પિતા પણ તેની દીકરીને શોધી રહ્યા હતાં. શોધખોળ કર્યા બાદ ન મળતાં તેમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ થોડી વાર બાદ જાણ થઈ કે બંનેએ આત્મહત્યા કરી છે.