જાન્યુઆરી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખો વચ્ચે પ્રથમ સમિટ બાદ આજે પ્રથમ એક દિવસીય NSA સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવલ હાજરી આપી હતી.
આ બેઠકમાં અફઘાનિસ્તાન સહિત મધ્ય એશિયામાં આતંકવાદી નેટવર્કના સતત ફેલાવાનો મુદ્દો છેડતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવલે ભારત અને આ ક્ષેત્રના અન્ય દેશો માટે ટેરર ફંડિંગની સમસ્યાનું નિરાકરણ લાવવાને પ્રાથમિક્તા આપવા પર ભાર મૂક્યો હતો.
શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ મધ્ય એશિયા સામાન્ય હિતમાં છે તે વાત પર ભાર મૂકતા, ડોભાલે અફઘાનિસ્તાનમાં આતંકવાદી નેટવર્કની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના “રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/સુરક્ષા પરિષદના સચિવો” (NSA)ની ઉદ્ઘાટન બેઠકમાં ડોવલે કહ્યું હતું કે, “અફઘાનિસ્તાન આપણા બધા માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. અફઘાનિસ્તાન સહિત આ ક્ષેત્રમાં આતંકવાદી નેટવર્કનું સ્થાયી રહેવું એ પણ ઊંડી ચિંતાનો વિષય છે. ફાઇનાન્સિંગ એ આતંકવાદનું જીવન છે અને આતંકવાદનો સામનો કરવો એ આપણા બધા માટે સમાન પ્રાથમિકતા હોવી જોઈએ,” ડોવલે એ પણ નોંધ્યું હતું કે મધ્ય એશિયાના દેશો સાથે જોડાણ એ ભારત માટે મુખ્ય પ્રાથમિકતા છે.
આ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને મધ્ય એશિયાના નેતાઓએ ભારત-મધ્ય એશિયાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટેના આગામી પગલાઓ અંગે ચર્ચા કરી હતી અને દર બે વર્ષે આવી સમિટ યોજવાનું નક્કી કર્યું હતું, તેમ જ નવી દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સચિવાલયની સ્થાપના કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
‘ટેરર ફંડિંગની સમસ્યાનું નિરાકરણ લાવવાને પ્રાથમિક્તા આપવી જોઇએ’, મધ્ય એશિયાના સુરક્ષા પ્રધાનોની બેઠકમાં NSA ડોવલ
RELATED ARTICLES