મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં નવી સરકારના ગઠન વચ્ચે પણ હજુ સત્તા પર રહેવા અને સત્તા પલટા માટે એમ બંને પક્ષે (શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે) જોરદાર ટક્કર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારને ગેરકાયદે હોવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં એનસીપીના વિધાનસભ્ય અમોલ મિટકરીએ સૌથી મોટો દાવો કર્યો છે કે રાજ્યમાં શિંદે સરકારનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ચૂક્યું છે.
અમોલ મીટકરેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં રાજકીય ઉથલપાથલ થશે અને પછી સરકાર પડી જશે. અમોલ મિટકારીએ દાવો કર્યો છે કે શિંદે સરકારમાં સૌથી મોટી ઉથલપાથલ થવની છે.
આગામી 19મી ફેબ્રુઆરીના છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે. અમોલ મિટકારીએ દાવો કર્યો છે કે એક મહિનામાં રાજ્યમાં સૌથી મોટી ઉથલપાથલ થઈ શકે છે. મિટકારીના એક ટિવટ લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવી રાજકીય સમીકરણો અને નવી અટકળોનો દોર ચાલુ થયો છે.
દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પણ દાવો કરતા કહ્યું હતું કે આગામી 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે વખતે સરકાર પડશે. નીતિન દેશમુખે પણ દાવો કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સત્તાસંઘર્ષ માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે, જ્યારે કોર્ટ આ કેસનો ચુકાદો આપશે ત્યારે શિંદે જૂથના 16 વિધાનસભ્ય અપાત્ર ઠરશે અને રાજ્ય સરકાર પડી જશે. શિવસેના પક્ષ કોનો અને પક્ષનું ચિહન ધનુષ્ય બાણ પર કોનો અધિકાર એ મુદ્દો પણ ચૂંટણી પંચ પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથની વચ્ચે જંગ લડાઈ રહી છે તથા તેના સંદર્ભે 30મી જાન્યુઆરી સુધીમાં ચૂંટણી પંચ મહત્ત્વપૂર્ણ સુનાવણી કરશે. અત્યાર સુધીની સુનાવણી અને દલીલોમાં ઠાકરે જૂથનું પલ્લું ભારે રહ્યું હોવાનું કહેવાય છે.
હેં! શિંદે સરકારનું કાઉન્ટડાઉન શરુ? અને પછી સરકારનું પતન…
RELATED ARTICLES