Homeઆપણું ગુજરાતAMC ના રમતોત્સવમાં ભ્રષ્ટાચારની ગંધ, દિવ્યાંગ ખેલાડીઓની અવગણના

AMC ના રમતોત્સવમાં ભ્રષ્ટાચારની ગંધ, દિવ્યાંગ ખેલાડીઓની અવગણના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રેમાં આગળ વધે એ હેતુથી રમતોત્સવનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અધિકારીઓ અને કાઉન્સિલરો વચ્ચે મૈત્રિ મેચ પણ યોજાશે. જેમાં મેયર અને કમિશનરની ટીમ આમને સામને હશે. આ રમતોત્સવના આયોજનમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
મળતી માહિતી મુજબ રમતોત્સવ ભાગ લેનાર દિવ્યાંગ ખેલાડીઓ માટે એક ડિશના રૂપિયા 180 લેખે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ અધિકારીઓ અને કાઉન્સિલરોના મૈત્રી મેચ દરમિયાન અધિકારીઓ અને નેતાઓના ભોજન માટે રૂપિયા 500ની ડિશ રખાઇ છે. આમ દિવ્યાંગ ખેલાડીઓ કરતા અધિકારીઓ અને નેતાઓને મોંઘુદાટ ભોજપ પિરસવામાં આવશે .
આ ઉપરાંત ઇનામની રકમમાં પણ ભારે તફાવત જોવા મળી રહ્યો છે. દિવ્યાંગ નગર રમતોત્સવમાં પ્રથમ વિજેતાને રૂ.405, દ્રિતય વિજેતાને રૂ.375 અને તૃતિય વિજેતાને રૂ.345 કિંમતના ઇનામો અપાશે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યેક ખેલાડી રૂપિયા 130ની કિંમતના ઇનામો પણ અપાશે.
મેયર અને કમિશનર ટીમના ખેલાડીઓ માટે ઇનામ રકમ રૂપિયા 2 હજાર રાખવામાં આવી છે. કર્મચારી અને ઉચ્ચ અધિકારના ઇનામની રકમમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. કર્મચારી રમત રમશે અને જીતશે તો માત્ર રૂપિયા 450થી 525 રૂપિયા ઇનામ અપાશે.
અધિકારીઓ અને નેતાઓની મેચ માટે 300 નંગ ટોપીની ખરીદી કરાશે, જેનો ભાવ 100 રૂપિયા નક્કી કરાયો છે. જયારે માર્કેટમાં આવી ટોપી રૂપિયા 50માં મળી રહે છે. ટોપીઓ ખરીદવા રૂપિયા 30 હજારના બજેટની જોગવાઇ કરાઇ છે.
અધિકારીઓ અને નેતાઓની મેચ માટે રમત ગમતના સાધનો ખરીદી પાછળ 75 હજાર ખર્ચ કરાશે. બીજી તરફ દિવ્યાગ રમતોત્સવ પાછળ રમત ગમત સાધન માટે માત્ર રૂપિયા 30 હજારનો ખર્ચ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular